કૉફી વિથ કરન:કેટરીનાએ શોમાં સુહાગરાત અંગે કરી વાત, સાંભળીને ઈશાન ખટ્ટર-સિદ્ધાંત ચતુર્વેદીને પણ નવાઈ લાગી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

'કૉફી વિથ કરન'માં આ વખતે કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી તથા ઈશાન ખટ્ટર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ફિલ્મ 'ફોનભૂત'માં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ચાર નવેમ્બરે રિલીઝ થશે. શોમાં આ ત્રણેયે ઘણી જ ધમાલ મસ્તી કરી હતી.

શું છે પ્રોમોમાં?
પ્રોમોની શરૂઆતમાં જોવા મળે છે કે સિદ્ધાર્થ, ઈશાન તથા કેટરીના સોફા પર વ્યવસ્થિત રીતે બેસી શકાય તે માટે આમથી તેમ જગ્યા બદલે છે. થોડીવાર બાદ ત્રણેય પોતાની જગ્યા પર બેસે છે.

સિદ્ધાર્થે કહ્યું, હું સિંગલ છું
કરને ઈશાન ખટ્ટરને રિલેશનશિપ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં એક્ટરે પોતે સિંગલ હોવાનું કહ્યું હતું. કરન જોહરની વાત સાંભળીને સિદ્ધાર્થે મજાકમાં કહ્યું હતું કે તે પણ સિંગલ છે અને તેની સાથે ફરી ફરીને ઈશાન પણ સિંગલ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે ઈશાન ખટ્ટર તથા અનન્યા પાંડેનું બ્રેકઅપ થયું છે. બંને ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. સિદ્ધાર્થ ચતુર્વેદીના રિલેશન અમિતાભ બચ્ચનની દોહિત્રી નાવ્યા નવેલી નંદા સાથે હોવાની ચર્ચા છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના સંબંધો અંગે કોઈ ચોખવટ કરી નથી.

રણવીર સિંહનું સો.મીડિયા જુએ છે
શોમાં કરન જોહરે કેટરીનાને સવાલ કર્યો હતો કે હાલમાં તે કોની સો.મીડિયા પોસ્ટ જુએ છે? જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તેણે હાલમાં રણવીર સિંહનું સો.મીડિયા પેજ જોયું હતું.

સુહાગરાત અંગે સવાલ કર્યો
શોમાં કરને કેટરીનાને આલિયા ભટ્ટની કમેન્ટ અંગે સવાલ કર્યો હતો. કરને કેટરીનાને તેની સુહાગરાત અંગે પૂછ્યું હતું. એક્ટ્રેસે કહ્યું હતું, શા માટે સુહાગદિન ના હોઈ શકે? કેટનો જવાબ સાંભળીને ઈશાન તથા સિદ્ધાર્થ નવાઈમાં મૂકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે શોમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે સુહાગરાત જેવું કંઈ જ હોતું નથી, કારણ કે વરરાજા ને દુલ્હન થાકી ગયા હોય છે.

શોમાં અત્યાર સુધી કોણ કોણ આવ્યું?
શોમાં આલિયા ભટ્ટ-રણવીર સિંહ, અક્ષય કુમાર-સમંથા રૂથ પ્રભુ, જાહન્વી કપૂર-સારા અલી ખાન, અનન્યા પાંડે-વિજય દેવરાકોંડા, આમિર ખાન-કરીના કપૂર, શાહિદ કપૂર-કિઆરા અડવાણી, ટાઇગર શ્રોફ-ક્રિતિ સેનન, અર્જુન કપૂર-સોનમ કપૂર તથા સિદ્ધાર્થ મલ્હોત્રા-વિકી કૌશલ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...