કૉફી વિથ કરન:અક્ષય કુમારે એક્ટ્રેસ સામંથાને ઊંચકીને ધમાકેદાર એન્ટ્રી લીધી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કરન જોહરના લોકપ્રિય ચેટ શો 'કૉફી વિથ કરન' હાલમાં ચર્ચામાં છે. આ શોનો ત્રીજા એપિસોડનો પ્રોમો શૅર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં અક્ષય કુમાર તથા સામંથા રૂથ પ્રભુ જોવા મળે છે. શોમાં અક્ષય કુમાર એક્ટ્રેસને ઊંચકીને ધમાકેદાર એન્ટ્રી લે છે.

સામંથાએ કરનને દુઃખી લગ્નજીવન માટે જવાબદાર ગણાવ્યો
શોમાં કરન જોહર એક્ટ્રેસ સામંથાના ડિવોર્સ અંગે સવાલ કરે તે પહેલાં જ એક્ટ્રેસે કહ્યું હતું, 'તે દુઃખી લગ્નજીવન માટે જવાબદાર છે.' સામંથાની આ વાત સાંભળીને કરનને નવાઈ લાગે છે તો અક્ષય હસવા લાગે છે અને કહે છે કે તેને જોડીદાર મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સામંથાએ ગયા વર્ષે નાગ ચૈતન્યને ડિવોર્સ આપવાની જાહેરાત કરી હતી.

કરને કહ્યું, ક્રિસ રોકે ટ્વિંકલની મજાક કરી તો?
શોમાં કરન જોહરે અક્ષય કુમારને સવાલ કર્યો હતો કે ક્રિસ રોકે ટીના (ટ્વિંકલ ખન્ના)ની મજાક કરી તો તે શું કરશે? આ સવાલ પર એક્ટરે કહ્યું હતું કે તે તેના અંતિમ સંસ્કારના પૈસા આપશે. આ સાથે જ અક્ષયે કહ્યું હતું કે કોઈ પણ મિસિસ ખિલાડી સાથે આવી મજાક કરી શકે નહીં.

રેપિડ ફાયર રાઉન્ડમાં ડાન્સ કર્યો
પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અક્ષય કુમાર તથા સામંથા રેપિડ ફાયર રાઉન્ડ રમે છે. આ દરમિયાન અક્ષય તથા સામંથા વિવિધ ડાન્સ ફોર્મ્સ કરે છે.

અપકમિંગ પ્રોજેક્ટ
અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે અક્ષય કુમાર ફિલ્મ 'રક્ષાબંધન'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'રામ સેતુ', 'સેલ્ફી'માં કામ કરી રહ્યો છે. સામંથા વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'માં જોવા મળી હતી. 'પુષ્પા'માં સામંથાએ આઇટમ સોંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...