આમિર ખાન તથા કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈ સો.મીડિયામાં નેગેટિવ માહોલ છે. આ ટેન્શનની વચ્ચે આમિર-કરીના હવે કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં જોવા મળશે. હાલમાં જ આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો.
કરનના શોમાં આમિર-કરીના
પ્રોમોમાં કરીના તથા કરન બંને સાથે મળીને આમિરની મજાક ઉડાવે છે. આમિરે પણ કરન જોહરને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચેટ શોમાં કરન જોહરે કરીનાને સવાલ કર્યો હતો કે બે બાળકો બાદ ક્વૉલિટી સેક્સ મિથ છે કે સત્ય? આ સાંભળીને કરીના કહે છે કે તેના પણ બે બાળકો છે તો તેને આ વાત સારી રીતે ખબર હશે. આ સાંભળીને કરન ચમકી જાય છે અને કહે છે કે તેની માતા આ શો જુએ છે અને તેથી જ તે આ અંગે વાત કરી શકે તેમ નથી. આ સાંભળીને આમિરે કરનને ટ્રોલ કર્યો હતો.
શું કહ્યું આમિરે?
આમિરે તરત જ કહ્યું હતું કે જ્યારે તું બીજાની સેક્સ લાઇફ અંગે સવાલ કરે તો તારી મમ્મીને કોઈ વાંધો આવતો નથી? કેવો સવાલ પૂછે છે?
કરીનાએ આમિરનું ઇન્સલ્ટ કર્યું?
આમિર પછી કરીનાને સવાલ કરે છે કે તેની કઈ વાત તેને ગમતી નથી. જવાબમાં કરીનાએ કહ્યું હતું કે આમિર તેની ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં 100-200 દિવસ લગાવે છે અને અક્ષય કુમાર માત્ર 30 દિવસમાં જ પૂરું કરી નાખે છે. આ સાંભળીને આમિર નવાઈમાં મૂકાઈ જાય છે. કરીનાને આમિરની ફેશન સેન્સને રેટિંગ આપવાનું કહેવામાં આવ્યું હતું. કરીના માઇન્સમાં રેટિંગ આપે છે.
આમિરે કરન પર ગંભીર આરોપ મૂક્યો
પ્રોમોમાં આમિર પ્રોડ્યૂસર-ડિરેક્ટર કરન જોહરને કહે છે, 'તમે જ્યારે પણ શો કરો છો ત્યારે કોઈને કોઈનું અપમાન થાય છે, કોઈને કોઈ રડે છે. બધાના તો આ જ કપડાં ઉતારે છે.' શોમાં આમિર વારંવાર કરીના-કરન પર અપમાન કરવાનો આરોપ મૂકે છે.
'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટે રિલીઝ થશે
આમિર તથા કરીના 'કૉફી વિથ કરન'માં ચાર ઓગસ્ટના રોજ જોવા મળશે. 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ જ દિવસે અક્ષય કુમારની 'રક્ષાબંધન' પણ રિલીઝ થવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.