તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ્સે બદલ્યાં નામ:ટાઈગર નહીં જય હેમંત શ્રોફ અસલી નામ, અમિતાભ બચ્ચન-સની દેઓલ સહિત આ સ્ટાર્સે નામ બદલ્યાં છે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં સારું કામ કરીને સ્ટાર્સ ઘણાં જ લોકપ્રિય થતા હોય છે. જોકે, ઘણીવાર એવું બને છે કે સ્ટાર્સનું અસલી નામ ક્યાંક ગુમ થઈ જાય છે. ઘણાં એક્ટર્સ ઈન્ડસ્ટ્રીમાં આવે તે પહેલાં ક્યારેક એસ્ટ્રોલોજી તો ક્યારેક અન્ય કારણોસર પોતાનું નામ બદલાવે છે. આજે આપણે સ્ટાર્સના અસલી નામ અંગે જોઈશું..

અમિતાભ બચ્ચન- ઈન્કલાબ શ્રીવાસ્તવ

અમિતાભ બચ્ચન જન્મ્યા ત્યારે તેમનું નામ ઈન્કલાબ શ્રીવાસ્તવ રાખવામાં આવ્યું હતું. જોકે, જાણઈતા લેખક સુમિત્રાનંદન પંતે અમિતાભ નામ રાખવાની સલાહ આપી હતી. તો બીજી બાજુ તેમની સરનેમ પણ બચ્ચન નથી. અમિતાભના પિતા હરિવંશ રાય જાણીતા લેખક હતા. તેમણે પોતાનું નામ બચ્ચન રાખ્યું હતું. આ રીતે બચ્ચન સરનેમ આવી હતી.

શિલ્પા શેટ્ટી- અશ્વિની શેટ્ટી

શિલ્પા શેટ્ટીના જન્મ બાદ તેનું નામ અશ્વિની રાખવામાં આવ્યું હતું. જોકે, શિલ્પાની માતા સુનંદા શેટ્ટી એસ્ટ્રોલોજર છે અને તેમણે દીકરીનું નામ બદલીને શિલ્પા કરી નાખ્યું હતું.

અક્ષય કુમાર- રાજીવ હરિ ઓમ ભાટિયા​​​​​​​

અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિ ઓમ ભાટિયા છે. અક્ષય કુમાર મહેશ ભટ્ટની ફિલ્મ 'આજ'ના પાત્ર અક્ષયથી ઘણો જ પ્રભાવિત થયો હતો. આ રોલ કુમાર ગૌરવે પ્લે કર્યો હતો. અક્ષય કુમારને અક્ષયનું પાત્ર એ હદે પસંદ આવ્યું અચાનક જ એક દિવસે તેણે કોર્ટમાં જઈને પોતાનું નામ રાજીવમાંથી અક્ષય કર્યું હતું. આ વાત અક્ષયે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. 1987માં રિલીઝ થયેલી 'આજ'માં અક્ષય કુમારે પણ નાનકડો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં રાજ બબ્બર તથા સ્મિતા પાટિલ લીડ રોલમાં હતાં.

સની દેઓલ- અજય દેઓલ​​​​​​​

સની દેઓલનું સાચું નામ અજય દેઓલ છે. બોલિવૂડમાં આવે તે પહેલાં જ તેણે પોતાનું નામ સની રાખ્યું હતું. સની દેઓલના નાના ભાઈનું નામ વિજય છે. અજય-વિજય બોલિવૂડમાં સની-બોબીના નામથી લોકપ્રિય છે.

રેખા- ભાનુરેખા ગણેશન​​​​​​​

લોકપ્રિય બોલિવૂડ એક્ટ્રેસ રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન છે. રેખા તેનું નિક નેમ છે. રેખા ઈન્ડિયન એક્ટર જેમિની ગણેશનની દીકરી છે.

સૈફ અલી ખાન- સાજીદ અલી ખાન

સૈફ અલી ખાને હંમેશાં પોતાનું અસલી નામ છુપાવીને રાખ્યું છે. કેટલાંક વર્ષો પહેલાં સૈફના વેડિંગ સર્ટિફિકેટની એક લીક કૉપી સામે આવી હતી, જેમાં તેનું નામ સૈફ નહીં પણ સાજીદ અલી ખાન લખેલું હતું.

અજય દેવગન- વિશાલ દેવગન​​​​​​​

અજય દેવગનના જન્મ બાદ તેનું નામ વિશાલ દેવગન પાડવામાં આવ્યું હતું. જોકે, ન્યૂમરોલૉજીને કારણે તેનું નામ બદલીને અજય કરવામાં આવ્યું હતું.

કિઆરા અડવાણી- આલિયા અડવાણી​​​​​​​

'કબીર સિંહ' ફૅમ એક્ટ્રેસ કિઆરા અડવાણીનું અસલી નામ આલિયા અડવાણી છે. ફિલ્માં આવ્યા પહેલાં સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે ઈન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટ પહેલેથી જ હતી. કિઆરાએ પોતાની મરજીથી નામ બદલ્યું હતું.

ટાઈગર શ્રોફ- જય હેમંત શ્રોફ​​​​​​​

ટાઈગર શ્રોફનું અસલી નામ જય હેમંત શ્રોફ છે. જેકીએ પોતાના દીકરાને ટાઈગર નામ આપ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં જેકીએ કહ્યું હતું કે ટાઈગર નાનો હતો ત્યારે બહુ જ બચકા ભરતો હતો અને તેથી જ તેમણે દીકરાનું નામ ટાઈગર રાખ્યું હતું. ફિલ્મમાં આવ્યા બાદ ટાઈગર પોતાના નીક નેમથી અલગ ઓળખ બનાવી.

કેટરીના કૈફ- કેટરીના ટરકોટે​​​​​​​

'બૂમ'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ કેટરીના કૈફનું નામ કેટરીના ટરકોટે છે. તેની માતાનું નામ સુઝાન ટરકોટે છે. ભારત આવ્યા બાદ કટરીનાએ પિતા મોહમ્મદ કૈફની સરનેમ યુઝ કરવાનું શરૂ કર્યું હતું. કેટરીનાના પિતા કાશ્મીરી છે અને બ્રિટિશમાં બિઝનેસમેન છે.

મલ્લિકા શેરાવત- રીમા લાંબા​​​​​​​

એક સમયની બોલ્ડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનું સાચું નામ રીમા લાંબા છે. ઈન્ડસ્ટ્રીમાં પહેલેથી જ એક્ટ્રેસ રીમા હતી, આથી નામની કન્ફ્યૂઝનથી બચવા માટે પોતાનું નામ મલ્લિકા રાખ્યું હતું. તો શેરાવત તેની માતાની સરનેમ છે. એક ઈન્ટરવ્યૂમાં મલ્લિકાએ કહ્યું હતું કે તેની માતા ડગલે ને પગલે તેની સાથે છે અને અને તેથી જ તેણે માતાની સરનેમનો ઉપયોગ કરવા પર ગર્વ થાય છે.

દિલીપ કુમાર- યુસુફ ખાન

દિલીપ કુમારનું નામ અસલી યુસુફ ખાન છે. તેમનો જન્મ પેશાવરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો છે. ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં તેમણે પોતાનું નામ દિલીપ કુમાર રાખ્યું હતું. આ નામ દેવિકા રાણીએ આપ્યું હતું. યુસુફે જ્યારે દિલીપ નામ રાખવાની તૈયારી બતાવી તો દેવિકા રાણીએ 1944માં ફિલ્મ 'જ્વાર ભાટા'માં તેમને કાસ્ટ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...