રણબીર કપૂર 14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આજથી એટલે કે 13 એપ્રિલથી બંનેના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયાં છે. રણબીર કપૂરે પોતાના કરિયરની શરૂઆત 2007માં ફિલ્મ 'સાંવરિયા'થી કરી હતી. તેને બોલિવૂડમાં 15 વર્ષ થઈ ગયાં છે. તેણે પોતાની અલગ ઓળખ બનાવી છે. તેની પાસે અંદાજે 322 કરોડની સંપત્તિ છે.
2005થી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે
રણબીર કપૂરે 2005માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બ્લેક'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરિયા'થી લીડ હીરો તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, પરંતુ રણબીરની એક્ટિંગનાં વખાણ કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મથી અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે પણ ડેબ્યુ કર્યું હતું.
ફિલ્મ ઉપરાંત અન્ય કમાણી
રણબીર લેઝ, એશિયન પેઇન્ટ્સ, ઓરિયો, ફ્લિપકાર્ડ, રેનોલ્ટ, ટાટા AIG સહિતની વિવિધ બ્રાન્ડ એન્ડોર્સ કરે છે. રણબીર એક બ્રાન્ડ માટે છ કરોડ રૂપિયા લે છે. રણબીર-આલિયા સાથે હોય એ બ્રાન્ડ માટે વધુ ચાર્જ કરે છે.
ફિલ્મની ફી
વિવિધ રિપોર્ટ પ્રમાણે, રણબીર કપૂર એક ફિલ્મના 70 કરોડ રૂપિયા લેતો હોય છે. ટી સિરીઝની ફિલ્મ 'એનિમલ' માટે રણબીર કપૂરે 85 કરોડ લીધા હોવાની ચર્ચા છે.
લક્ઝુરિયસ કાર કલેક્શન
રણબીરને લક્ઝુરિયસ કાર ઘણી જ પસંદ છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ GL ક્લાસ, રેન્જ રોવર, લેક્સસ, BMW X6, ઓડી RS7, ટોયોટા લેન્ડ ક્રૂઝર સહિતની વિવિધ કાર્સ છે.
વાસ્તુના સાતમા માળે ઘરે
રણબીર કપૂર મુંબઈના પાલી હિલ સ્થિત વાસ્તુ બિલ્ડિંગના સાતમા માળે રહે છે. આ ઘર શાહરુખની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે.
રણબીર ISL ટીમનો કો-ઓનર
રણબીર કપૂર ફૂટબોલનો ઘણો જ શોખીન છે. ઇન્ડિયન સુપર લીગ (ISL)ની ટીમ મુંબઈ સિટી FCનો રણબીર કપૂર કો-ઓનર છે. આ ટીમ 43 કરોડ રૂપિયાની છે.
રણબીરની અપકમિંગ ફિલ્મ
રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર', 'એનિમલ', 'શમશેરા' તથા લવ રંજનની અનટાઇટલ્ડ ફિલ્મ કરી રહ્યો છે.
ઋષિ કપૂરની 256 કરોડની સંપત્તિ
રણબીરના પિતા ઋષિ કપૂરનું 30 એપ્રિલ, 2020ના રોજ અવસાન થયું હતું. તેમની સંપત્તિ 256 કરોડ રૂપિયા છે, જેમાં ક્રિશ્ના રાજ બંગલો, લક્ઝુરિયસ કાર કલેક્શન તથા અન્ય સંપત્તિ સામેલ છે. રણબીરની માતા નીતુ સિંહ પાસે 37 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.