તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણ છે ગેહના વશિષ્ઠ?:પોર્ન વીડિયો બનાવવા બદલ ધરપકડ કરાયેલી 'ગંદી બાત' ફૅમ એક્ટ્રેસના પિતા એજ્યુકેશન ઓફિસર તો દાદી પ્રિન્સિપાલ હતાં

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિનિયર અધિકારીના મતે,  ગેહનાએ 87 પોર્ન વીડિયો બનાવ્યા છે - Divya Bhaskar
સિનિયર અધિકારીના મતે, ગેહનાએ 87 પોર્ન વીડિયો બનાવ્યા છે

વેબ સિરીઝ 'ગંદી બાત' ફૅમ ગેહના વશિષ્ઠની પોલીસે પોર્ન વીડિયો બનાવવાના આરોપસર ધરપકડ કરી હતી. જોકે, હવે ગેહનાની ટીમે એક નિવેદન રિલીઝ કર્યું છે. ટીમના મતે એક્ટ્રેસ કોઈ પણ પોર્ન રેકેટમાં સામેલ નથી. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે એક વેબસાઈટ પર એડલ્ટ વીડિયો શૂટ કરવાનો તથા અપલોડ કરવામાં કથિત ભૂમિકા ભજવવા બદલ ગેહનાની ધરપકડ કરી છે. પોલીસ અન્ય મોડલ, સાઈડ એક્ટ્રેસ તથા અન્ય પ્રોડક્શન હાઉસની ભાગીદારીની પણ તપાસ કરી રહી છે. ગેહના વશિષ્ઠે કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી છે. આટલું જ નહીં તેના પિતા એજ્યુકેશન ઓફિસર તથા દાદી પ્રિન્સિપાલ રહી ચૂક્યા હતા. કોર્ટે ગેહનાને 10 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે.

87 જેટલાં વીડિયો બનાવવાનો આક્ષેપ
એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત દરમિયાન મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ગેહનાએ 87 પોર્ન વીડિયો બનાવ્યા છે અને પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા છે. વીડિયો જોવા માટે પેડ સબસ્ક્રીપ્શનની જરૂર પડે છે. તેનો ચાર્જ 200 રૂપિયા રાખ્યો હતો.

શું કહ્યું ટીમે?
ગેહનાની ટીમે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'ગેહનાને એક વર્ષમાં ચાર વાર હૃદયરોગનો હુમલો આવ્યો છે. તેને અસ્થમાની બીમારી છે અને તેનું સ્વાસ્થ્ય ઘણું જ નાજુક છે. મુંબઈ પોલીસે માનવતાથી તેની સાથે વર્તન કરવાની જરૂર છે. તે અપરાધી નથી. તેણે કોઈ પોર્નોગ્રાફીમાં કામ કર્યું નથી. રાજ્યે કોઈ પણ કલાકાર, ડિરેક્ટરની ક્રિએટિવિટી તથા કલાત્મક અભિવ્યક્તિમાં દખલગીરી કરવી જોઈએ નહીં.'

ગેહનાને તેના મિત્રો પ્રેમથી 'જિંદગી' કહીને બોલાવે છે
ગેહનાને તેના મિત્રો પ્રેમથી 'જિંદગી' કહીને બોલાવે છે

વધુમાં તે બીજા લોકો દ્વારા ચલાવાતા આ કથિત પોર્ન રેકેટમાં બિલકુલ સામેલ નથી. નવેમ્બર, 2019માં તે એક અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર હતી અને મોતને માત આપીને માંડ માંડ બચી છે. તેનું શુગર લેવલ 500થી ઉપર છે. ગેહનાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેનું શુગર લેવલ 600 હતું. તેના ડૉક્ટરે કહ્યું હતું કે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે.'

'ગેહના વશિષ્ઠ ઉર્ફે વંદના તિવારી પૂરી રીતે નિર્દોષ છે. તે કોઈ પણ પ્રકારના પોર્ન રેકેટમાં સામેલ નથી. પોતાની કંપની જીવી સ્ટૂડિયોની પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર તરીકે તેણે માત્ર એવી જ ફિલ્મનું નિર્માણ તથા ડિરેક્શન કર્યું છે, જે કાયદાકીય રીતે માન્ય છે. કેટલાંક લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે અને તેને ફસાવવામાં આવી રહી છે.'

ગેહના પરિવારમાં સૌથી મોટી દીકરી છે
ગેહના પરિવારમાં સૌથી મોટી દીકરી છે

અંતે ગેહનાની ટીમે કહ્યું કહ્યું હતું, 'અમને ન્યાયપાલિકા તથા ભારતીય કાયદા પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. કમનસીબે મુંબઈ પોલીસે ગેહનાની ઈરૉટિકા ફિલ્મ મેકિંગને હાર્ડ પોર્ન સાથે મિક્સ કર્યું છે. કાયદાકીય રીતે આ બંનેમાં અંતર છે. અમને આશા છે કે કોર્ટમાંથી ગેહનાને ન્યાય મળશે.'

માતા હાઉસવાઈફ તો પિતા એજ્યુકેશન ઓફિસર હતા
ગેહના વશિષ્ઠનો જન્મ છત્તીસગઢના ચિમરીમાં 16 જૂન, 1988માં થયો હતો. તેની માતા મીના તિવારી હાઉસવાઈફ તથા પિતા રાજેન્દ્ર તિવારી એજ્યુકેશન ઓફિસર હતાં. ગેહનાને નાની બહેન નમ્રતા તથા બે નાના ભાઈઓ વેદાંત તથા સંકલ્પ તિવારી છે. ગેહનાનું સાચું નામ વંદના તિવારી છે. તેના દાદી અરેરા કોન્વેર્ટ સ્કૂલના રિટાયર્ડ પ્રિન્સિપાલ હતાં.

ગેહનાનું નિકનેમ 'જિંદગી'
ગેહનાના ખાસ મિત્રો તેને 'જિંદગી' નામથી બોલાવે છે. ગેહનાએ પોતાનું સ્કૂલિંગ ચિમરી, છત્તીસગઢ તથા ભોપાલ, મધ્યપ્રદેશમાં પૂરું કર્યું છે. ભોપાલની ઓલ સેન્ટ્સ કોલેજ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લીધી હતી.

સૌ પહેલાં મોન્ટે કાર્લો એડમાં જોવા મળી હતી
શાહર્યાર ખાને સૌ પહેલાં ગેહના વશિષ્ઠનો સંપર્ક કર્યો હતો. તેણે સૌ પહેલીવાર મોડલિંગ મોન્ટે કાર્લો બ્રાન્ડ માટે કર્યું હતું. ત્યારબાદ તે વિવિધ જાહેરાતોમાં જોવા મળી હતી. તેણે ફિલિપ્સ, શેરવોલેટ, ડ્રીમસ્ટોન જ્વેલરી, પલક સાડી સહિત 70 જેટલી જાહેરાતો કરી હતી.

મોડલિંગ બાદ એન્કર બની
ગેહના સહારા વન ટીવી ચેનલમાં એન્કર તરીકે જોવા મળી હતી. ત્યારબાદ તેણે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ 'બહેને'માં કામ કર્યું હતું. આ ઉપરાંત તે MTVના શો 'ટ્રૂ લાઈફ'માં વીજે તરીકે જોવા મળી હતી. તેણે 2015માં યોગરાજ સિંહ તથા અતુલ વાસન સાથે ક્રિકેટ વર્લ્ડકપ 2015 પર આધારિત એક શોનું એન્કરિંગ કર્યું હતું.

ગેહનાએ મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે
ગેહનાએ મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે

15થી વધુ સાઉથ ફિલ્મમાં કામ કર્યું
ગેહનાએ 15થી વધુ સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે સાતથી વધુ વેબ સિરીઝમાં કામ કર્યું છે. એકતા કપૂરની ઓલ્ટ બાલાજીની સિરીઝ 'ગંદી બાત'ની સિઝન 3માં ગેહના જોવા મળી હતી.

2012 અને પછી 2020માં ચર્ચામાં આવી
ગેહનાએ 2012માં મિસ એશિયા બિકીની સ્પર્ધા જીતી હતી. વર્ષ 2020માં ગેહનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ગેહનાએ આ વીડિયોમાં પોતાની કમર નીચે તિરંગો લપેટીને રાખ્યો હતો અને તેણે ઈરૉટિક પોઝ આપ્યા હતા. આ વીડિયો વાઈરલ થતાં મુંબઈમાં કેટલાંક લોકોએ ગેહના સાથે મારપીટ કરી હતી. આ વીડિયો પર ગેહનાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ વીડિયો તેના મિત્રે અપલોડ કર્યો હતો. જોકે, આ વાતને ગેહનાનો પબ્લિસિટી સ્ટંટ માનવામાં આવ્યો હતો. 2018માં ગેહનાએ 'બિગ બોસ' કન્ટેસ્ટન્ટ અર્શી ખાનને લઈને દાવો કર્યો હતો કે તે પોતાની સાચી ઉંમર કહેતી નથી. અર્શીએ 50 વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યા છે અને તેની વિરુદ્ધ 10 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, જેમાં ચાર ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજના અપમાનના છે.

2019માં મોત સામેનો જંગ જીતી
ગેહના વશિષ્ઠ વર્ષ 2019માં ગંભીર રીતે બીમાર થઈ હતી. તેને ડાયિબિટીઝ એકદમ વધી ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટર્સના પ્રમાણે, ગેહનાની હાલત ગંભીર હતી અને તે સમયે તેનું શરીર ટ્રીટમેન્ટને રિસ્પોન્સ પણ કરતું નહોતું. આ પરિસ્થિતિમાં ગેહના મોતની નજીક પહોંચી ગઈ હતી.

ગેહનાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
ગેહનાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો
ગેહનાના ડૉક્ટર પ્રણબ કાબ્રાએ તે સમયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, 'ગેહના કોમાની સ્થિતિમાં પહોંચી ગઈ હતી. જો સારવારમાં થોડીક જ સેકન્ડ મોડું થયું હોત તો તેને બચાવવી મુશ્કેલ થઈ જાત. ગેહનાનું બ્લડ પ્રેશર ઘણું જ ઘટી ગયું હતું. તે સમયે ડૉક્ટર્સે ગેહનાને CPR તથા ઇલેક્ટ્રિક શોક આપ્યો હતો. ગેહનાને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેનો ડાયાબિટીઝ ઘણો જ વધારે હતો અને તેને કારણે તેને કાર્ડિયેક અરેસ્ટ પણ આવ્યો હતો. આ પરિસ્થિતિમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે. ગેહાનાનો ડાયાબિટીઝ 530 જેટલો હતો.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો