ઘટસ્ફોટ:કે એલ રાહુલે કહ્યું, ગર્લફ્રેન્ડ અથિયાના પિતા સુનીલ શેટ્ટી સાથે આ મુદ્દે ઉગ્ર દલીલો થઈ જાય છે

મુંબઈ4 મહિનો પહેલા

સુનીલ શેટ્ટીની દીકરી તથા બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી ક્રિકેટર કે એલ રાહુલને ડેટ કરે છે. હાલમાં જ ક્રિકેટરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને સુનીલ શેટ્ટી કઈ વાતમાં ઉગ્ર દલીલો કરવા લાગે છે.

રાહુલ ભાવિ સસરા સાથે આ મુદ્દે ઉગ્ર દલીલો કરે છે
રાહુલે સુનીલ શેટ્ટી સાથેના સંબંધો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સુનીલ શેટ્ટીનો ક્રિકેટ અંગે સ્ટ્રોંગ ઓપિનિયન છે. સુનીલ માત્ર ક્રિકેટનો ચાહક જ નથી, પરંતુ રમત અંગે ખાસ્સી એવી માહિતી પણ ધરાવે છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે બંને વચ્ચે ક્રિકેટ અંગે ઘણીવાર વાતચીત થાય છે અને ક્યારેક તેમની વાતચીત ઉગ્ર દલીલનું સ્વરૂપ ધારણ કરી લે છે. રાહુલે એમ પણ જણાવ્યું હતું કે શેટ્ટી પોતાની દરેક વાત સમજદારી સાથે રજૂ કરે છે, કારણ કે તે ક્રિકેટને સમજે છે.

શેટ્ટી ફેમિલી સાથે ગ્રેટ બોન્ડ
રાહુલે આગળ વાત કરતાં કહ્યું હતું કે સુનીલ શેટ્ટી 60 વર્ષની ઉંમરે પણ ઘણાં જ ફિટ છે. પરિવાર સાથે તે સારું બોન્ડિંગ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં રાહુલ ને અથિયાના લગ્નની ચર્ચાઓ થતી હતી. જોકે, સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી.

ગયા વર્ષે સંબંધો ઓફિશિયલ કર્યા
રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.'

ત્યાર બાદ પહેલી ડિસેમ્બર, બુધવારના રોજ ફિલ્મ 'તડપ'નો પ્રીમિયર શો મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. અથિયા શેટ્ટીનો ભાઈ અહાન શેટ્ટીએ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ પ્રસંગે અથિયા પ્રેમી રાહુલના હાથોમાં હાથ નાખીને આવી હતી. અથિયા તથા કેએલ રાહુલ પહેલી જ વાર પબ્લિક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મીડિયાની સામે બંનેનું આ પહેલું અપિયરન્સ હતું. બંનેએ સાથે રહીને ઘણા પોઝ આપ્યા હતા.

ડાબેથી સુનીલ શેટ્ટી, માના શેટ્ટી, તાનિયા શ્રોફ, અહાન શેટ્ટી, અથિયા શેટ્ટી, કે એલ રાહુલ.
ડાબેથી સુનીલ શેટ્ટી, માના શેટ્ટી, તાનિયા શ્રોફ, અહાન શેટ્ટી, અથિયા શેટ્ટી, કે એલ રાહુલ.

પરિવાર સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી
રાહુલે સુનીલ શેટ્ટીના પૂરા પરિવાર સાથે પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા.