અથિયા શેટ્ટી-કેએલ રાહુલની વેડિંગ ડેટ લીક:જાન્યુઆરી, 2023માં સાઉથ ઇન્ડિયન રીત રિવાજથી લગ્ન કરશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ પોતાના સંબંધોને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. BCCIએ રાહુલની લીવ પણ મંજૂર કરી દીધી છે. હવે બંનેની વેડિંગ ડેટ સામે આવી છે.

આવતા વર્ષે લગ્ન
કેએલ રાહુલના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરશે. વેડિંગ ફંક્શન્સ 21થી 23 જાન્યુઆરીની વચ્ચે હશે. લગ્નને આડે હવે માંડ એક મહિનો રહ્યો છે અને બંને પરિવાર તૈયારીમાં વ્યસ્ત છે.

સાઉથ ઇન્ડિયન રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગ્ન સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે થશે, કારણ કે સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે. તે મેંગલોરિયન છે. કેએલ રાહુલ પણ મેંગલોરિયન છે, આથી જ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે. લગ્નમાં મહેંદી, હલ્દી, સંગીત સેરેમની સહિતના વિવિધ ફંક્શન હશે. જોકે, આ લગ્નમાં માત્ર નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો સામેલ થશે. કપલના લગ્નનું આમંત્રણ ડિસેમ્બરના છેલ્લા વીકમાં આપવામાં આવશે.

'તડપ'ના પ્રીમિયરમાં ડાબેથી, સુનીલ શેટ્ટી, માના શેટ્ટી, તાન્યા શ્રોફ, અહાન શેટ્ટી, અથિયા શેટ્ટી, કેએલ રાહુલ.
'તડપ'ના પ્રીમિયરમાં ડાબેથી, સુનીલ શેટ્ટી, માના શેટ્ટી, તાન્યા શ્રોફ, અહાન શેટ્ટી, અથિયા શેટ્ટી, કેએલ રાહુલ.

પિતા સુનીલ શેટ્ટીએ લગ્નની વાતની પુષ્ટિ કરી હતી
સુનીલને પૂછવામાં આવ્યું હતું કે,રાહુલ અને અથિયાના લગ્ન કયારે થશે? જેના જવાબમાં જણાવ્યું હતું કે, જલ્દી જ થશે. હવે સુનિલના જવાબ પરથી લાગી રહ્યું છે કે, બંને જલ્દી જ લગ્ન કરીને ઠરીઠામ થવા માગે છે.

બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે
રાહુલ અને આથિયા લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એકબીજા સાથે વેકેશન પર જતા હોય છે. લાંબા સમય સુધી બંનેએ પોતાના સંબંધોને સિક્રેટ રાખ્યા હતા. આથિયા ઘણી વખત તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં કેએલ રાહુલ સાથે જોવા મળે છે. IPL 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સની મેચો દરમિયાન સુનિલ શેટ્ટી અને આથિયા શેટ્ટી પણ સ્ટેડિયમમાં કેએલ રાહુલને ચિયર્સ કરતા જોવા મળ્યા હતા. રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.' આ ઉપરાંત તે જ સમયગાળામાં અથિયા ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ 'તડપ'ના પ્રીમિયર સમયે રાહુલના હાથોમાં હાથ નાખીને આવી હતી.

અથિયા શેટ્ટીનો જન્મ 5 નવેમ્બર 1992ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો છે. આથિયા શેટ્ટી એક હિન્દુ પરિવારમાંથી આવે છે. અથિયાએ 2015માં બોલિવૂડ ફિલ્મ 'હીરો'થી અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તેણે 'રાધા માથુર'ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આદિત્ય પંચોલીનો પુત્ર સૂરજ પંચોલી પણ હતો. અથિયા છેલ્લે 2019માં ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી. ચર્ચા છે કે અથિયા શેટ્ટી હવે વેબસિરીઝમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...