સિંગરના જીવનની અંતિમ પળો:હોસ્પિટલ જતાં પહેલાં કેકે હોટલની લોબીમાં જોવા મળ્યા હતા, CCTV ફૂટેજ વાઇરલ

કોલકાતા2 મહિનો પહેલા
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, કેકેને માસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો
  • કેકેને લિવર તથા કિડની બીમારી હોવાનું પણ જાણવા મળ્યું છે

53 વર્ષીય કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ)નું 31 મેના રોજ કોલકાતામાં લાઇવ પર્ફોર્મન્સ બાદ અવસાન થયુ હતું. કેકેએ પર્ફોર્મન્સ દરમિયાન ગભરામણ તથા બેચેનીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને હોટલ લઈ જવામાં આવ્યા હતા. હવે કેકે હોટલ પહોંચ્યા એ સમયના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

શું છે ફૂટેજમાં?
ફૂટેજમાં જોઈ શકાય છે કે ગળામાં નેપ્કિન ભરાવીને કેકે હોટલની લોબીમાંથી પોતાના રૂમ તરફ જાય છે. જોકે એવો દાવો કરવામાં આવ્યો છે કે હોટલ પહોંચ્યા બાદ કેકે થોડીવારમાં જ બેભાન થઈ ગયા હતા અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. કેકેની એક તસવીર વાઇરલ થઈ છે, જેમાં તે લિફ્ટ આગળ માથું નમાવીને ઊભા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું?
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે કેકેને માસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. આ ઉપરાંત તેમને ફેફસાં તથા કિડીનીની બીમારી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

કેકે લિફ્ટમાં માથું નમાનીને ઊભા છે (રેડ સર્કલમાં)
કેકે લિફ્ટમાં માથું નમાનીને ઊભા છે (રેડ સર્કલમાં)

કોણે કોન્સર્ટ આયોજિત કરી હતી
કેકેની કોન્સર્ટ કોલકાતામાં બ્લેક આઇ ઇવેન્ટ્સ હાઉસ કંપનીએ ઓર્ગેનાઇઝ કરી હતી. આ કોન્સર્ટ ગુરદાસ કોલેજના સ્ટૂડન્ટ યુનિયન માટે રાખવામાં આવી હતી. આ યુનિયનને તૃણમૂલ કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન ચલાવે છે. કોન્સર્ટમાં ઓડિટોરિયમમાં 2500 લોકોની કેપેસિટી સામે બમણાથી વધુ લોકો આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન એસી પણ બંધ હતું અને પર્ફોર્મન્સ દરમિયાન કેકેને ગરમી લાગતી હતી અને તેમણે એસી ચાલુ કરવાની પણ ડિમાન્ડ કરી હતી. અહીંયા જ કેકેની તબિયત લથડી હતી અને પછી તેમને હોટલ લઈ જવામાં આવ્યા હતા.