કેકેનો ઓટોપ્સી રિપોર્ટ:સિંગરના હૃદયની ચારેબાજુ ચરબીનું સફેદ પડ જામી ગયું હતું, શરીરમાંથી 10 અલગ અલગ જાતની દવા મળી

મુંબઈ22 દિવસ પહેલા
  • પોલીસે કહ્યું હતું, કેકે સતત એન્ટાસિડની દવાઓ લેતા હતા
  • કેકેએ મેનેજરને 31 મેની સવારે પોતાનામાં એનર્જી ના હોવાની વાત કહી હતી

53 વર્ષીય સિંગર કેકેના આકસ્મિક મોતથી માત્ર પરિવાર જ નહીં, ચાહકો ને સેલેબ્સ પણ આઘાતમાં છે. કેકેનો ઓટોપ્સી રિપોર્ટ આવ્યો છે અને એમાં ઘણા મહત્ત્વના ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. કેકેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા વિસેરા રિપોર્ટને હિસ્ટોપેથોલોજિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે.

હૃદયની ચારેબાજુ ચરબી જામી ગઈ હતી
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'ડૉક્ટર્સે કહ્યું હતું, હૃદયની ચારેબાજુ એક ફેટી લેયર (ચરબીનો સ્તર) જામી ગયો હતો. આ સ્તર સફેદ પડી ગયો હતો. આટલું જ નહીં, હૃદયનો વાલ્વ પણ પૂરી રીતે સ્ટિફ (અક્કડ) થઈ ગયો હતો. હૃદયમાં સ્ટિફનેસ સમયની સાથે સાથે ડેવલપ થાય છે, આથી જ પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટને હિસ્ટોપેથોલોજિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને એ રિપોર્ટ બ્લોકેજને રિવીલ કરી શકે છે.

કેકે 31 મેના રોજ લાઇવ કોન્સર્ટમાં 20ને બદલે 19 ગીત ગાઈને જ હોટલ પરત ફર્યા હતા.
કેકે 31 મેના રોજ લાઇવ કોન્સર્ટમાં 20ને બદલે 19 ગીત ગાઈને જ હોટલ પરત ફર્યા હતા.

શરીરમાંથી 10 જાતની દવાઓ મળી
પોલીસે કહ્યું હતું કે ગેસ્ટ્રિક તથા લિવરને લગતી 10 અલગ અલગ દવા તથા વિટામિન C કેકેના શરીરમાં મલ્ટીપલ એન્ટાસિડ તથા સિરપની સાથે મળી આવી હતી. આ દવા એસિડિટી, પેટમાં બળતરા તથા ગેસમાં તરત જ રાહત આપે છે. તેમના શરીરમાંથી જે દવાઓ મળી છે એમાંથી કેટલીક આયુર્વેદિક તથા હોમિયોપેથિક સામેલ છે.

કેકે રોજ દવા લેતા હતા
પોલીસના મતે, આના પરથી ખ્યાલ આવે છે કે કેકે સતત એન્ટાસિડની દવાઓ લેતા હતા. 31 મેની સવારે તેમણે પોતાના મેનેજરને કહ્યું હતું કે તેમનામાં એનર્જી ના હોય તેમ લાગે છે. એ જ રાત્રે મોતના થોડા કલાક પહેલાં કેકેએ ફોન પર પત્નીને ખભા તથા હાથમાં દુખાવાની વાત કરી હતી.

પત્ની સાથે કેકે.
પત્ની સાથે કેકે.

માથું સોફા સાથે અથડાયું
પોલીસસૂત્રોએ વધુમાં કહ્યું હતું કે કેકેના ચહેરા તથા માથામાં ઈજાનાં નિશાન હતાં. સિંગરે હોટલના રૂમમાં સોફા પર બેસવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ પડી ગયા હતાં. તેમને સોફાની કિનાર માથા તથા કોણીમાં વાગી હતી. આ કારણે શરીર પર ઉઝરડા પડી ગયા હતા. રૂમમાં કેકેને પડેલા જોઈને મેનેજરે ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ઊભા થઈ શક્યા નહીં. મેનેજરે હોટલ સ્ટાફને બોલાવ્યો અને તરત જ CMRI હોસ્પિટલ લઈ ગયા હતા.

પોલીસે પૂછપરછ કરી
કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કોલકાતા બેઝ્ડ બ્લેક આઇ ઇવેન્ટ હાઉસના સેલિબ્રિટી મેનેજરની પૂછપરછ કરી હતી. કેકે સાથે પ્રોગ્રામ અંગે આ જ સેલિબ્રિટી મેનેજરે વાત કરી હતી. આ જ વ્યક્તિ કેકેને જ્યારે વેન્યુથી હોટલ લઈ જવામાં આવ્યા ત્યારે કારમાં હતી. આ ઉપરાંત કારમાં કેકેનો મેનેજર હિતેશ ભટ્ટ પણ હતો. પોલીસે કારના ડ્રાઇવર ઈતાવરી યાદવની પણ પૂછપરછ કરી હતી. ડ્રાઇવરે કહ્યું હતું કે હોટલમાં આવ્યા બાદ કેકેએ અસહજ હોવાની વાત કરી હતી.

પર્ફોર્મન્સ દરમિયાન કેકેને ગરમી થતી હતી અને તેમણે લાઇટ બંધ કરવાનું પણ કહ્યું હતું.
પર્ફોર્મન્સ દરમિયાન કેકેને ગરમી થતી હતી અને તેમણે લાઇટ બંધ કરવાનું પણ કહ્યું હતું.

CPR આપ્યો હોત તો કેકેનો જીવ બચી જાત
પોસ્ટપોર્ટમ કરનાર ડૉક્ટરે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, કેકેની ડાબી કોરોનરી આર્ટરીમાં ઘણું જ બ્લોકેજ હતું. અન્ય આર્ટરી તથા સબ-આર્ટરીમાં પણ બ્લોકેજ હતું. લાઇવ શોમાં પર્ફોર્મ કરતી વખતે એક્સાઇટમેન્ટને કારણે આર્ટરીએ બ્લડ ફ્લો કરવાનું બંધ કરી દીધું હતું. આ જ કારણે કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. જો કેકેને સમયસર CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) આપવામાં આવ્યો હોત તો તેમનો જીવ બચી જાત. સિંગરને હાર્ટ સંબંધિત સમસ્યા લાંબા સમયથી હતી, પરંતુ કેકેને આ વાત ખબર જ નહોતી.'

દીકરા નકુલે પિતાને મુખાગ્નિ આપ્યો હતો.
દીકરા નકુલે પિતાને મુખાગ્નિ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સિંગર કેકેએ 30 તથા 31 મે એમ બે દિવસ કોલકાતામાં પર્ફોર્મ કર્યું હતું. જોકે બીજા દિવસે પર્ફોર્મન્સ દરમિયાન તેમની તબિયત બગડી હતી. તેઓ હોટલ ગયા અને પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. કેકેને કોલકાતામાં ગન સેલ્યૂટ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમનો પાર્થિવદેહ મુંબઈ લાવવામાં આવ્યો હતો. અહીં બીજી જૂનના રોજ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.