તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેપરેશન:કીર્તિ કુલ્હારી લગ્નના 5 વર્ષ બાદ પતિ સાહિલથી અલગ થશે, સો.મીડિયામાં જાહેરાત કરી

મુંબઈ18 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ કીર્તિ કુલ્હારીએ લગ્નના પાંચ વર્ષ બાદ પતિ સાહિલ સેહગલથી અલગ થઈ રહી છે. કીર્તિએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

શું કહ્યું કીર્તિએ?

કીર્તિએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મેં અને મારા પતિ સાહિલે અલગ થવાનો નિર્ણય કર્યો છે. કાગળમાં જ નહીં, પરંતુ જીવન માટે. કોઈની સાથે રહેવા કરતાં પણ મુશ્કેલ નિર્ણય કોઈનાથી અલગ થવાનો છે. જોકે, જે છે, તેને કોઈ બદલી શકતું નથી. જે લોકોને મારી ચિંતા છે, તેમને હું જણાવી દઉં કે હું ઠીક છું. હવે હું આ મુદ્દે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરીશ નહીં.'

2016માં લગ્ન કર્યા હતા

નોંધનીય છે કે કીર્તિ તથા સાહિલે જાહેરાતમાં સાથે કામ કર્યું હતું. જાહેરાતમાં સાથે કામ કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. બે મહિનાના ડેટિંગ બાદ કીર્તિએ સાહિલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જૂન, 2016માં બંનેએ લગ્ન કર્યા હતા. કીર્તિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મીડિયાને પણ ખ્યાલ નહોતો કે તેણે લગ્ન કરી લીધા છે. તે એટલી મોટી સ્ટાર નથી કે ચાહકોને એ જાણવામાં રસ હોય કે તે પરિણીત છે કે નહીં. 'પિંક' રિલીઝ થાય તેના 3-4 મહિના પહેલાં જ મેં લગ્ન કર્યા હતા.'

2010માં કીર્તિએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું
2010માં કીર્તિએ ફિલ્મ 'ખિચડીઃ ધ મૂવી'ની સાથે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'ઈન્દુ સરકાર', 'બ્લેકમેલ', 'મિશન મંગલ', 'ઉરી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. કીર્તિ ગયા વર્ષે 'ક્રિમિનલ સિરીઝ'માં હતી. આ વર્ષે કીર્તિ એક્ટ્રેસ પરિણીતી ચોપરાની સાથે ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'માં જોવા મળી હતી.

કીર્તિ ઘણી જ પ્રાઈવેટ પર્સન
કીર્તિ પોતાના અંગત જીવન માટે ઘણી જ પ્રોટેક્ટિવ છે. તે પ્રાઈવેટ લાઈફ અંગે વાત કરવાનું પસંદ કરતી નથી. તો સાહિલ પણ પ્રાઈવેટ પર્સન છે. સાહિલ અંગત લાઈફ અંગે વધુ માહિતી સો.મીડિયામાં શૅર કરતો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો