તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Kiran Kher Who Is Battling Cancer, Refused To Show Her Face In The Video Of Her Son Sikandar, Saying, "I Haven't Even Applied Lipstick Yet."

ફેમિલી ફન:કેન્સર સામે લડી રહેલા કિરણ ખેરે દીકરા સિકંદરના વીડિયોમાં પોતાનો ચહેરો બતાવવાની ના પાડી, કહ્યું- મેં હજી સુધી લિપસ્ટિક પણ નથી લગાવી

3 મહિનો પહેલા
  • કિરણે ખુલાસો પણ કર્યો કે કેન્સરની સારવાર બાદ તેમના પગ કાળા પડી ગયા છે
  • તેઓ લગભગ 6 મહિનાથી મલ્ટીપલ માયલોમાથી પીડાઈ રહ્યા છે

એક્ટ્રેસ અને ભાજપા સાંસદ કિરણ ખેરે તાજેતરમાં તેમના દીકરા સિંકદર ખેરની સાથે સોશિયલ મીડિયા વીડિયોમાં પોતાનો ચહેરો બતાવવાની ના પાડી હતી. કિરણે આવું એટલા માટે કર્યું, કેમ કે, તેમણે લિપસ્ટિક નહોતી લગાવી. આ દરમિયાન કિરણે ખુલાસો પણ કર્યો કે કેન્સરની સારવાર બાદ તેમના પગ કાળા પડી ગયા છે.

વીડિયોમાં ઘણું બધું દેખાઈ રહ્યું છે
સિકંદરે આ વીડિયોની શરૂઆત પિતા અનુપમ ખેરથી કરી, જે તેની બાજુમાં બેઠા હતા. ત્યારબાદ કાઉચ પર બેઠેલી કિરણ ખેર પોતાના પગથી ‘હાય’ કરે છે. વાતચીત દરમિયાન અનુપમ સિકંદરને કહે છે કે તેણે પોતાની માતાના પગની સાથે વીડિયો રેકોર્ડ કરવો જોઈએ. આ વિશે કિરણ જવાબ આપે છે, મેં હજી લિપસ્ટિક પણ નથી લગાવી. મારે નથી કરવું. તેના પર સિકંદર તેમણે પોતાના પગમાં લિપસ્ટિક લગાવવા માટે કહે છે અને તેઓ જવાબ આપે છે, મારા પગ કાળા પડી ગયા છે.

વીડિયોમાં અનુપમ સિકંદરને આગળ કહે છે કે, તે જોયું જ્યારે પણ તું મારી સાથે લાઈવ હોય છે, ત્યારે તે (કિરણ) ટેક ઓવર કરી લે છે. તેના પર કિરણ કહે છે, મને ઈન્ટરેસ્ટિંગ લાગે છે વચ્ચે ટૂ બિટ્સ કરવાનું. આ વિશે સિકંદર તેમની મજાક ઉડાવતા કહે છે કે, ટૂ બિટ્સ તો તમે મૂકી રહ્યા છો. તમે સિત્તેર બિટ્સ નાખી રહ્યા છો. વીડિયોના કેપ્શનમાં સિકંદરે લખ્યું છે. ખેર સાહેબ (અનુપમ) અને કિરણજી. તેઓ ટેક ઓવર કરી લે છે. પોતાના પગને એન્જોય કરે છે.

જ્યારે કેન્સરની વચ્ચે કિણરની પહેલી ઝલક સામે આવી
આ મહિનાની શરૂઆતમાં સિકંદરના જ વીડિયોમાં કેન્સરના સમાચારોની વચ્ચે કિરણ ખેરની પહેલી ઝલક સામે આવી હતી. વીડિયોના કેપ્શનમાં સિકંદરે લખ્યું હતું, ખેર સાહેબ અને કિરણ મેમ. આ મધુર પ્રેમ છે. પરિવારની તરફથી નમસ્તે અને મારા તરફથી પણ. મારી માતાને પ્રેમ આપવા બદલ તમારા બધાનો આભાર.

6 મહિનાથી કેન્સરનો સામનો કરી રહ્યા છે કિરણ ખેર
કિરણ લગભગ 6 મહિનાથી મલ્ટીપલ માયલોમાથી પીડાઈ રહ્યા છે, જે બ્લડ કેન્સરનો જ એક પ્રકાર છે. તેમણે કેન્સર હોવાની વાત 1 એપ્રિલના રોજ મીડિયાની સામે આવી હતી. પરંતુ તેમણે ગત વર્ષે નવેમ્બરમાં આ વિશે ખબર પડી હતી. એવું કહેવામાં આવે છે કે 11 નવેમ્બર, 2019ના રોજ, ચંડીગઢ સ્થિત ઘરમાં પડી જવાથી કિરણનો ડાબો હાથ તૂટી ગયો હતો. ત્યારે તપાસ કર્યા બાદ ખબર પડી હતી કે, તેમણે મલ્ટીપલ માયલોમા છે. ત્યારથી સતત કોકિલાબેન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગત મહિને તેમની બોન સર્જરી કરવામાં આવી, જે લગભગ 3 કલાક સુધી ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હવે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...