વર્ષો જૂની ઈચ્છા પૂરી થઈ:ઉમરાહ કરવા મક્કા પહોંચ્યો કિંગ ખાન, સફેદ લિબાસમાં જોવા મળ્યો, તસવીરો વાઇરલ

2 મહિનો પહેલા

બોલિવૂડના કિંગખાન શાહરુખ ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'પઠાન' માં જોવા મળશે. થોડા દિવસ પહેલાં આ ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન ઇબ્રાહિમ પણ હતાં. આ સિવાય શાહરુખ ખાન પણ ફિલ્મ 'ડંકી'ના શૂટિંગમાં વ્યસ્ત હતો. તે ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં જ ઉમરાહ કરવા માટે મક્કા શરીફ પહોંચ્યો હતો, જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

એક સાઉદી પત્રકારે ટ્વીટ કર્યું છે કે શાહરુખ ખાને મક્કામાં ઉમરાહ કર્યો હતો. શાહરુખ ખાનનો ઉમરાહ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સુરક્ષાથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેણે ઈસ્લામિક યાત્રાધામ દરમિયાન સફેદ ઝભ્ભો પહેર્યો છે.

શાહરુખે ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

તો થોડા સમય પહેલાં શાહરુખે ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે મક્કા જવાની ઇચ્છા વ્યકત કરી હતી. તેણે તેની પોસ્ટમાં લખ્યું, 'મક્કા-મદીના ઇન્શા અલ્લાહ જલદી. મને યાદ છે કે મારી પાસે ઘણાં બધાં રમકડાં હતાં, હું એ રમકડાંને બહુ જ યાદ કરું છું.' સાઉદી ન જઈ શક્યો કિંગ ખાનનું આ ટ્વીટ 2010નું છે.

શાહરુખની તસવીરો જોઈને ફેન્સ ખુશ
શાહરુખ ખાનની તસવીરો પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેની ઈચ્છા પૂરી થઈ તેની શુભકામના પાઠવી છે.

'પઠાન' 2023માં રિલીઝ થશે
5 વર્ષના લાંબા બ્રેક બાદ શાહરુખ ફરીથી 2023માં ધમાલ મચાવશે. 'પઠાન'ના ટીઝરમાં શાહરુખ ખાન દમદાર એક્શન કરતો જોવા મળ્યો છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ હિંદી, તમિળ, તેલુગુમાં આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં શાહરુખ ઉપરાંત દીપિકા પાદુકોણ તથા જોન અબ્રાહમ છે.

'પઠાન-2' પર શરૂ કરવામાં આવ્યું કામ
શાહરુખે પોતાના જ બર્થડેના દિવસે મુંબઈમાં એક ખાસ ફેન ઇવેન્ટમાં પણ હાજરી આપી હતી અને આટલો બધો પ્રેમ આપવા બદલ બધાનો આભાર પણ માન્યો હતો. આ અંગે તેણે પોતાના ફેન્સને કહ્યું હતું કે 'તમે લોકો પ્રાર્થના કરો છો કે પઠાનની સિક્વલ બને. હું આશા રાખું છું કે બધાને પઠાન ફિલ્મ ગમશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા જોન અબ્રાહમ છે. હું આશા રાખું છું કે તમે પણ ઇચ્છા તો હશો કે ફિલ્મ ખૂબ સારી લાગે અને અન્ય ભાગો પણ આવે, જેથી અમે ઝડપથી સિક્વલ પર કામ કરી શકીએ."

2018માં 'ઝીરો'માં છેલ્લે જોવા મળ્યો હતો
શાહરુખ ખાન છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતાં. ફિલ્મ બહુ જ ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. આ જ કારણે શાહરુખ ખાને થોડા સમયનો બ્રેક લીધો હતો. હવે તેણે ત્રણ ફિલ્મ સાથે બોલિવૂડમાં કમબેક કર્યું છે.

UAEમાં 'ડંકી' શૂટિંગ કર્યું પૂર્ણ
શાહરુખ ખાન હાલ જ ફિલ્મ 'ડંકી'નું શૂટિંગ પૂરું કર્યું હતું, તેણે વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. તો આ સાથે જ પોસ્ટમાં તેણે ફિલ્મના તમામ કલાકારોનો આભાર માન્યો હતો. તેણે સાઉદી અરેબિયાના સંસ્કૃતિ અને ફિલ્મ મંત્રાલયનો પણ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...