તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રીજો સંબંધ પણ તૂટ્યો:કિમ કર્દાશિયન લગ્નના 7 વર્ષ બાદ કાન્યે વેસ્ટને ડિવોર્સ આપશે, કોર્ટમાં છૂટાછેડાનો કેસ ફાઈલ કર્યો; ચાર બાળકોની જોઈન્ટ કસ્ટડીની માગણી કરી

લોસ એન્જલસ9 દિવસ પહેલા

હોલિવૂડ રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયન અમેરિકન રેપર પતિ કાન્યે વેસ્ટ સાથે ડિવોર્સ લેવાની છે. લગ્નના સાત વર્ષ બાદ કિમે છૂટાછેડાનો કેસ ફાઈલ કર્યો છે. અહેવાલ પ્રમાણે, કિમે શુક્રવાર, 19 ફેબ્રુઆરીના રોજ ડિવોર્સની અરજી કરી હતી. આ ઉપરાંત તેણે ચારેય બાળકોની જોઈન્ટ લીગલ એન્ડ ફિઝિકલ કસ્ટડીની ડિમાન્ડ કરી છે. જોકે, આ અંગે વધુ માહિતી સામે આવી નથી. કપલે હજી સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું નથી.

પતિ કાન્યે સાથે કિમ
પતિ કાન્યે સાથે કિમ

રિપોર્ટ પ્રમાણે, કિમે ડિવોર્સ લેવા માટે લોસ એન્જલસની જાણીતી વકીલ લોરા વાસરને હાયર કરી છે. ગયા મહિને ચર્ચા થતી હતી કે બંને અલગ રહે છે અને ટૂંક સમયમાં ડિવોર્સ લેશે. બંને વચ્ચે ઈશ્યૂ ચાલતા હતા. બંનેએ મેરેજ કાઉન્સિલરની મદદ પણ લીધી હતી.

કિમ બાળકો સાથે LAમાં છે
અહેવાલ પ્રમાણે, 40 વર્ષીય કિમ લાંબા સમયથી લોસ એન્જલસમાં ચાર બાળકો સાથે રહે છે. 43 વર્ષીય કાન્યે વેસ્ટ વ્યોમિંગમાં પોતાના ફાર્મ હાઉસમાં રહે છે. થોડાં મહિના પહેલાં બંને વેડિંગ રિંગ પહેર્યા વગર જોવા મળ્યા હતા. કિમ તથા કાન્યેએ હોલિડે પર પણ સાથે જોવા મળ્યા નહોતાં.

કિમના ત્રીજા ડિવોર્સ
કિમે પતિ કાન્યેને કહી દીધું હતું કે હવે તે સ્પેસ ઈચ્છે છે અને પોતાના ભવિષ્ય પર ફોકસ કરવા માગે છે. કિમના આ ત્રીજા ડિવોર્સ છે. સૌ પહેલાં કિમે વર્ષ 2000માં ડેમન થોમસ સાથે લગ્ન કર્યા હતા અને 2004માં ડિવોર્સ થયા હતા. બીજા લગ્ન ક્રિસ હેમ્ફ્રીઝ સાથે 2011માં કર્યા હતા. આ લગ્ન બે વર્ષ ટક્યા હતા અને 2013માં બંને અલગ થઈ ગયા હતા.

બીજા ડિવોર્સના એક વર્ષ બાદ કિમે કાન્યે સાથે લગ્ન કર્યાં હતાં
વર્ષ 2014માં કિમ તથા કાન્યેએ ઈટલીમાં લગ્ન કર્યા હતા. તેમને ચાર બાળકો છે. સૌથી મોટી દીકરી નોર્થ (7 વર્ષ), મોટો દીકરો સેન્ટ (પાંચ વર્ષ), નાની દીકરી શિકાગો (3 વર્ષ) તથા નાનો દીકરો સામ (21 મહિનાનો) છે. કિમ તથા કાન્યેના સંબંધોની શરૂઆત 2012માં થઈ હતી.

વકીલ બનવા માટે ડિવોર્સ લે છે
સૂત્રોના મતે, કિમ પોતાની એક્ઝામ તથા વકીલ બનવા અંગે ઘણી જ ગંભીર છે. તે જેલ સુધાર અભિયાન અંગે ઘણી જ સીરિયસ છે.

સો.મીડિયામાં એક્ટિવ
કિમ અમેરિકન મોડલ તથા બિઝનેસ વુમન છે. કિમ રેપર તથા ફેશન ડિઝાઈનર છે. કિમ અમેરિકાની સૌથી વધુ ફી લેતી રિયાલિટી સ્ટાર છે. તેણે પોતાની બુક ‘કર્દાશિયન કોન ફિલ્ડ’ લખી છે. 2007માં કિમે પ્લેબોય મેગેઝિન માટે ન્યૂડ તસવીરો પડાવી હતી. કાન્યે થોડાં સમય પહેલાં અમેરિકન ચૂંટણી અંગે ચર્ચામાં આવ્યો હતો. કિમ પોતાની કર્વી બૉડીને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. કિમ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. કિમનો પૂરો પરિવાર સેલિબ્રિટી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો