તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળમાં થિયેટર રિલીઝ:'સૂરજ પે મંગલ ભારી' બાદ હવે કિઆરા અડવાણીની ફિલ્મ 'ઈન્દૂ કી જવાની' થિયેટરમાં 11 ડિસેમ્બરે રિલીઝ થશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહામારીના કોરોના કાળમાં ફિલ્મમેકર્સ તેમની ફિલ્મો OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે. થિયેટર ખોલવાની છૂટ આપ્યા બાદ હવે મેકર્સ તેમની ફિલ્મો થિયેટરમાં પણ રિલીઝ કરી રહ્યા છે. સરકારના નિયમ મુજબ 50% ઓડિયન્સ સાથે થિયેટર શરૂ થયા છે. હવે કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ 'ઈન્દૂ કી જવાની' થિયેટરમાં 11 ડિસેમ્બરે રિલીઝ થશે.

અંદાજે 6 મહિના બાદ થિયેટર્સ ખૂલ્યા છે. ઘણી જૂની ફિલ્મોને રી-રિલીઝ પણ કરાઈ છે. જ્યારે દિલજિત દોસાંજ અને મનોજ બાજપેયી સ્ટારર નવી ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' થિયેટરમાં રિલીઝ થઇ છે. ત્યારબાદ કિઆરાની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

'ઈન્દૂ કી જવાની' ફિલ્મની સ્ટોરી ઈન્દૂના એડવેન્ચર પર આધારિત છે જે તે ડેટિંગ એપ પર અજાણતા જ લેફ્ટ અને રાઈટ સ્વાઇપ કરીને નોતરે છે. કિઆરા ગાઝિયાબાદની છોકરી ઈન્દૂના રોલમાં છે. ફિલ્મમાં કિઆરા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છોકરીના કેરેક્ટરમાં છે માટે તેની બોલી શીખવા માટે તેણે ક્લાસ કર્યા હતા. આ ફિલ્મથી બંગાળી રાઇટર-ડિરેક્ટર અબીર સેનગુપ્તા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મને મોનિશ અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી પ્રોડ્યુસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો