બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી હાલમાં પોતાના સંબંધોને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બંને છ ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે. આ દરમિયાન 31 જાન્યુઆરીના રોજ કિઆરા મોડી રાત્રે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી હતી તો બીજુ બાજુ સિદ્ધાર્થ પોતાના હોમટાઉન દિલ્હીમાં હતો.
ફાઇનલ ટચ આપવા સિદ્ધાર્થ દિલ્હી ગયો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સિદ્ધાર્થ પોતાના લગ્નની તમામ તૈયારીઓના ફાઇનલ રાઉન્ડને જોઈ રહ્યો છે. તે દરેક બાબતને પર્સનલ ટચ આવા માગે છે અને તેથી જ તે દિલ્હી ગયો છે. સિદ્ધાર્થ લગ્ન માટે દિલ્હીથી પોતાના પેરેન્ટ્સ તથા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ સાથે રાજસ્થાન જશે.
કિઆરાના વેડિંગ આઉટફિટ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યા
કિઆરાના વેડિંગ આઉટફિટ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યા હોવાની અટકળો છે. તે મોડી રાત્રે મનીષ મલ્હોત્રાની સાથે કારમાં જોવા મળી હતી.
જેસલમેર પેલેસમાં લગ્ન થશે
ચર્ચા છે કે બંને રાજસ્થાનના જેસલમેર પેલેસમાં લગ્ન કરશે. આટલું જ નહીં લગ્નમાં બંનેએ એકદમ ટાઇટ સિક્યોરિટી રાખી છે. પ્રી વેડિંગથી લઈ લગ્ન તમામ ફંક્શન પેલેસની અંદર જ યોજાશે. લગ્નમાં માત્ર ફેમિલી મેમ્બર્સ તથા ક્લોઝ ફ્રેન્ડ્સ સામેલ થશે. હજી સુધી લગ્ન અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
'શેરશાહ'માં સાથે જોવા મળશે
સિદ્ધાર્થ તથા કિઆરાએ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું. સિદ્ધાર્થ વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે. કિઆરા 'સત્યપ્રેમ કી કથા'માં કામ કરી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.