તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલ્ડ ફોટોશૂટ:ડબ્બુ રત્નાનીના કેલેન્ડર માટે કિયારા અડવાણી ફરી ટોપલેસ થઈ, કિયારાના બોલ્ડ અવતાર પર ફેન્સ ફિદા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે પણ ડબ્બુના 2020 કેલેન્ડર માટે એક સી લીફની પાછળ ટોપલેસ પોઝ આપીને શૂટ કરાવ્યું હતું
  • ડબ્બુએ ખુલાસો કર્યો અને કહ્યું કે, કિયારાની સાથે ફોટો શૂટ કરવા માટે મારે ઘણી સ્ટ્રેટેજી બનાવવી પડે છે

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના 2021 કેલેન્ડર માટે ફેધરની સાથે બીચ પર ટોપલેસ પોઝ આપ્યો છે. પરંતુ આ વિશે ડબ્બુએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો અને કહ્યું કે, કિયારાની સાથે ફોટો શૂટ કરવા માટે મારે ઘણી સ્ટ્રેટેજી બનાવવી પડે છે, કેમ કે કિયારા તેના ફોટોમાં કોઈપણ પ્રકારની વલ્ગારિટી બતાવવા નથી માગતી.

તે સાથે ડબ્બુએ એ પણ જણાવ્યું કે, કિયારા શૂટ દરમિયાન કોઈપણ ફોટોમાં ટોપલેસ નથી થઈ. કિયારાએ ગયા વર્ષે પણ ડબ્બુના 2020 કેલેન્ડર માટે એક સી લીફની પાછળ ટોપલેસ પોઝ આપીને શૂટ કરાવ્યું હતું. તેના આ ફોટોથી ફેન્સ ઘણા અટ્રેક્ટ થયા હતા.

કિયારા શૂટ દરમિયાન ટોપલેસ નહોતી થઈ
ડબ્બુએ જણાવ્યું કે, હા ઈન્ટરનેટ પર ઘણી વાત વાઈરલ થઈ રહી છે અને આ બધી મેં સાંભળી પણ છે. પરંતુ 2021ના કેલેન્ડરમાં મારા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં કિયારા ટોપલેસ નથી થઈ. હું એ રીતે શૂટ કરું છું જે લોકોની ઈમેજિનેશન પર હોય. મને લાગે છે કે ફેન્સમાં વધારે સેક્સી એક્સપ્રેશન્સ વલ્ગર થઈ જાય છે.

મેરી બાર્શે પોતાના અને ડબ્બુના ફોટોમાં સિમિલારિટી બતાવી હતી
ડબ્બુએ ગયા વર્ષે પાંદડા પાછળ ઊભેલી ટોપલેસ દેખાતી કિયારાનો જે ફોટો પાડ્યો હતો, તેના પર ઉઠાંતરીનો આક્ષેપ પણ લાગ્યો હતો. ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર મેરી બાર્શે પોતાના જ એક ફોટોગ્રાફ સાથે તેની સામ્યતા દર્શાવીને ડબુ રત્નાની પર આઇડિયાની ચોરીનો આક્ષેપ મૂક્યો હતો. તેના જવાબમાં ડબ્બુ રત્નાનીએ કહેલું કે આ પોઝ તો એણે છેક 2001માં તબ્બુનો આ જ રીતનો ફોટો પાડ્યો ત્યારે વાપર્યો હતો, જે 2002ના કેલેન્ડરમાં વાપરવામાં આવ્યો હતો.

2002ના કેલેન્ડરમાં અભિનેત્રી તબ્બુનો ડબ્બુ રત્નાનીએ પાડેલો ફોટોગ્રાફ (ડાબે) અને ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર મેરી બાર્શનો એવો જ ફોટોગ્રાફ
2002ના કેલેન્ડરમાં અભિનેત્રી તબ્બુનો ડબ્બુ રત્નાનીએ પાડેલો ફોટોગ્રાફ (ડાબે) અને ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર મેરી બાર્શનો એવો જ ફોટોગ્રાફ
અન્ય સમાચારો પણ છે...