તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યૂ:કિઆરા અડવાણી પર મેકર્સે સૌથી મોટો દાવ લગાવ્યો, 1000થી વધારે સ્ક્રીન પર ‘ઇન્દુ કી જવાની’ રિલીઝ થશે

4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

આ વર્ષે લોકડાઉન પછી થિએટર્સમાં બીજી મોટી ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ 11 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કિઆરા અડવાણી છે. હાલમાં જ તેની ફિલ્મ ‘લક્ષ્મી’ ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થઇ હતી. ‘ઇન્દુ કી જવાની’ના મેકર્સે ફિલ્મ 1 હજારથી પણ વધારે સ્ક્રીન પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મની કો-પ્રોડ્યુસર મોનીષા અડવાણીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એ પણ દાવો કર્યો છે કે, ફિલ્મ ઘણાં પ્લેટફોર્મ પર રિલીઝ થયા પહેલાં જ નફો મેળવી ચૂકી છે.

મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન તરફથી ડિમાન્ડ આવી રહી છે
કો-પ્રોડ્યુસર મોનીષાએ જણાવ્યું કે, ફિલ્મ માટે મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન તરફથી સારી ડિમાન્ડ આવી છે. તેઓ સુરક્ષાનું પણ ધ્યાન રાખી રહ્યા છે. ‘સૂરજ પે મંગલ ભારી’ પછી રોજ દેશના અલગ-અલગ વિસ્તારોમાં થિએટર્સમાં લોકો ક્વેરી કરી રહ્યા છે. કિઆરાએ ભલે ગણતરીની ફિલ્મો કરી હોય, પણ દર્શકો સાથે મેકર્સનો પણ તેના પર વિશ્વાસ વધ્યો છે. કિઆરાને અમે ત્યારે સાઈન કરી હતી જ્યારે ‘કબીર સિંહ’ અને ‘ગુડ ન્યૂઝ’ રિલીઝ થઇ નહોતી.

આજે પણ ‘ઇન્દુ કી જવાની’ ટાઈટલ પર પ્રશ્નો થઇ રહ્યા છે
વધુમાં મોનીષાએ કહ્યું કે, કિઆરા વિશે અમને પહેલેથી જ ખબર હતી કે તે સુંદર હોવાની સાથે ટેલેન્ટેડ પણ છે. આ ફિલ્મ હવે તેના પર આધાર રાખે છે. જો કે, આજની તારીખમાં પણ ટાઈટલ પર પ્રશ્નો થઇ રહ્યા છે. જો ટાઈટલ ‘ઇન્દર કી જવાની’ હોત તો કોઈ પ્રશ્ન ના કરત. લોકોને મજા આવત કે અહિયાં તો ઇન્દર એટલે કે યુવકની સ્ટોરી છે. તે ડેટ પર જઈ રહ્યો છે, ચાલો જોઈએ મજા આવશે. અહિ અમારી ઇન્દુ અને ઇન્દર એ બંને કિઆરા જ છે. કિઆરાએ યુવકોના ડેટિંગ અને અન્ય વિચારો તોડ્યા છે.

ફિલ્મ પર વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી નહીં લે
કો-પ્રોડ્યુસરે કહ્યું કે, ‘સૂરજ પે મંગલ ભારી’ પછી કિઆરા આ ફિલ્મ પર પણ વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી નહિ લે. ફિલ્મ 1000થી વધારે સ્ક્રીન પર રિલીઝ થશે. એટલે રિલીઝ કરવા પર આશરે 1.5 કરોડ રૂપિયા બચી જશે. આ ફિલ્મથી ગંદી નજરને સારી કરી શકાશે. હવે તો સોશિયલ મીડિયા સાઈટ પર પણ ‘ભાભી’ ટાઈપ કરીએ તો ખરાબ વીડિયોઝ આવી જાય છે.

ડિજિટલ પ્લેટફોર્મની પહેલાં થિએટર્સમાં ફિલ્મ રિલીઝ થશે
મોનીષાએ કહ્યું કે, આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પહેલાં થિએટર્સમાં રિલીઝ કરી રહ્યા છીએ. મેં પહેલાં કહ્યું તેમ અમે પહેલેથી જ ટેબલ પ્રોફિટમાં છીએ. તેવામાં બોક્સ ઓફિસની સરખામણીએ અમારો હેતુ વધારે લોકો સુધી પહોંચવાનો છે. થિએટર્સની રોનક ફરીથી પરત આવી જશે, અમે આ જ ઈચ્છીએ છીએ. અમને ટી-સિરીઝનો પણ સાથ મળ્યો છે. તેમની વાત ડિજિટલ પ્લેટફોર્મવાળાએ માની લીધી.

તીડને લીધે બે દિવસ સુધી શૂટિંગ રોકવું પડ્યું હતું
કિઆરાનો શૂટિંગ સાથે સંકળાયેલો એક કિસ્સો પણ મોનીષાએ શેર કર્યો. લખનૌમાં રાતના સમયે બહુ ઠંડી હતી. આઉટડોર શોટ હતો. ત્યાં ઘણાં તીડ આવી ગયાં. તેને લીધે અમારે બે દિવસ શૂટિંગ રોકવું પડ્યું હતું. ત્રીજા દિવસે કિઆરાએ કહ્યું, તમે લોકો ભલે તમારા પર નેટ લગાવી લો, પણ મને શૂટ કરવા દો. કિઆરાએ આવું જ કર્યું. આ બધા કારણે જ ફિલ્મ હવે કિઆરા ભરોસે છે. મોનીષાએ કહ્યું કે, અમારા પ્રોડક્શનની ‘ઇન્દુ કી જવાની’ લોકોને જેટલું હસાવશે, તેટલું જ જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ ‘સત્યમેવ જયતે-2’ રોમાંચ ઉત્પન્ન કરશે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. જ્હોન એકવાર ફરીથી ફિલ્મમાં આરોપીઓને મેથીપાક જમાડતો દેખાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો