વેડિંગ:બહેન ઈશિતાના પ્રી-વેડિંગ ફંક્શનમાં કિયારા અડવાણીએ ધમાકેદાર ડાન્સ કર્યો, પિંક ડ્રેસમાં એકદમ હોટ દેખાતી હતી, જુઓ વીડિયો અને ફોટો

7 મહિનો પહેલા

કિયારા અડવાણીની બહેન ઈશિતા અડવાણીના લગ્ન છે. ઘરમાં લગ્નના ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. જેની ઝલક કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. તેમજ સોશિયલ મીડિયા પર ઈશિતાની મહેંદી-સંગીત અને કોકટેલ પાર્ટીના કેટલાક ફોટો વાઈરલ થયા છે જેમાં બંને બહેનો પોતાની ગર્લ ગેંગની સાથે ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ના ‘ફોર આયશા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. કિયારાની બહેન ઈશિતા, કર્મા વિવાન સાથે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહી છે.

ઈશિતાના પ્રી-વેડિંગ ફંક્શનમાં કિયારા હોટ લુકમાં જોવા મળી. સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીર અને વીડિયોમાં કિયારા પિંક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે પ્રી વેડિંગ ઈવેન્ટ માટે મિનિમલ મેકઅપ અને ઓપન હેરસ્ટાઈલ લુક અપનાવ્યો હતો.