અભિનેત્રીઓનું કાર કલેક્શન:કિયારા અડવાણીએ 1.56 કરોડમાં ઓડી A8 ખરીદી, આ બોલિવૂડ એક્ટ્રેસિસને પણ કરોડોની કારનો શોખ છે

5 મહિનો પહેલા
  • સૌથી મોંઘી કાર પ્રિયંકા ચોપરાની પાસે છે
  • તેની રોલ્સ રોયસ ઘોસ્ટની કિંમત લગભગ 5.25 કરોડ રૂપિયા છે
  • કરિના પણ લક્ઝરી કારની શોખીન છે

બોલિવૂડ સ્ટાર્સ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં કિયારા અડવાણીએ તેના કાર કલેક્શનમાં નવી કારનો ઉમેરો કર્યો છે. તેને Audi A8 L ખરીદી છે જેની કિંમત 1.56 કરોડ રૂપિયા છે. કિયારા Audiની નવી બ્રાન્ડ એમ્બેસેડર પણ બની છે. તેના કાર કલેક્શનમાં BMW X5, મર્સિડીઝ બેન્ઝ E-Class અને BMW 530d જેવી કાર સામેલ છે.

આમ તો કિયારા સિવાય ઘણા બોલિવૂ઼ડ સ્ટાર્સ પણ લક્ઝરી કારના શોખીન છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ એક્ટ્રેસિસના કાર કલેક્શનમાં કઈ કાર સામેલ છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકાના કાર કલેક્શનમાં રોલ્સ રોયસ ઘોસ્ટ જેવી લક્ઝરી કાર સામેલ છે જેની કિંમત લગભગ 5.25 કરોડ રૂપિયા છે. તે ઉપરાંત તેની પાસે BMW 7 સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ E-Class અને પોર્શે કેયેન જેવી કરોડોની ગાડીઓ છે.

કેટરીના કૈફ
કેટરીનાની પાસે વ્હાઈટ લેન્ડ રોવર રેંજ રોવર વોગ કાર છે જેની કિંમત લગભગ 4.38 કરોડ રૂપિયા છે. તે ઉપરાંત તેની પાસે ઓડી Q7 અને મર્સિડીઝ ML 350 પણ છે

અનુષ્કા શર્મા
અનુષ્કાની પાસે બેન્ટલી કોંટિનેંટલ GT કાર છે જેની કિંમત 3.8 કરોડ છે. તે ઉપરાંત તેની પાસે 2.42 કરોડની રેંજ રોવર વોગ, 2.76 કરોડની રેંજ રોવર ઓટોબાયોગ્રાફી, 1.34 કરોડની ઓડી Q8 અને 2.46 કરોડની BMW 7 સિરીઝની લક્ઝરી કાર છે.

કરિના કપૂર
કરિના પણ લક્ઝરી કારોની શોખીન છે. તેની પાસે મર્સિડીઝ-બેન્ઝ S-Class કાર છે જેની કિંમત 1.33 કરોડ છે. તે ઉપરાંત તે 1.26 કરોડની પોર્શે કેયેન, 1.29ની રેંજ રોવર સ્પોર્ટ અને 81 લાખની ઓડી Q7 છે.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ લેન્ડ રોવર રેંજ રોવર વોગમાં ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે. તે ઘણી વખત આ કારમાં સ્પોટ થઈ છે. તેની કિંમત 1.74 કરોડ છે. તે ઉપરાંત તેની પાસે 80 લાખની ઓડી Q7,50 લાખની ઓડી Q5, 1.38 કરોડની BMW 7 સિરીઝની કાર છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ લગભગ 1.67 કરોડની મર્સિડીઝ-મેબેચ S500માં ટ્રાવેલ કરે છે. તે ઉપરાંત તેની પાસે 1.58 કરોડની ઓડી A8 L, 80 લાખની Audi Q7, 40 લાખની મિની કન્વર્ટિબલ જેવી લક્ઝરી કાર છે.

અન્ય સમાચારો પણ છે...