'KGF 2'નો સપાટો:'રૉકીભાઈ'ની ધૂમથી બોક્સ ઓફિસ ગુંજી ઉઠ્યું, માત્ર 2 દિવસમાં હિંદી વર્ઝને 100 કરોડની કમાણી કરી

મુંબઈ3 મહિનો પહેલા

બોક્સ ઓફિસ પર એસ એસ રાજમૌલિની 'RRR' બાદ હવે પ્રશાંત નીલની 'KGF 2'એ ધૂમ મચાવી છે. 14 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત લોકપ્રિય થઈ છે. એક્શન ડ્રામા જોવા માટે થિયેટરની બહાર લાઇન લાગી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મે પહેલાં દિવસે વર્લ્ડવાઇડ 159 કરોડની કમાણી કરી હતી તો બીજા દિવસે ફિલ્મે વર્લ્ડવાઇડ 164 કરોડની કમાણી કરી છે.

હિંદી વર્ઝને બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું, 'KGF 2'એ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. બીજા દિવસે ફિલ્મે 46.79 કરોડની કમાણી કરી છે. બે દિવસમાં ફિલ્મે 100.74 કરોડની કમાણી કરી છે.'

વર્લ્ડવાઇડ 164 કરોડની કમાણી
ફિલ્મે બીજા દિવસે ભારતમાં 112 કરોડની કમાણી કરી છે, જ્યારે વર્લ્ડવાઇડ 164.2 કરોડની કમાણી કરી છે.

સંજય દત્ત-રવીના ટંડનની એક્ટિંગ વખાણાઈ
આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, માલવિકા અવિનાશ, પ્રકાશ રાજ, જોન કોકેન તથા સરન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મને હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરાગંદૂરે પ્રોડ્યૂસ કરી છે.

3 હાઇએસ્ટ ગ્રોસિંગ ભારતીય ફિલ્મમાં 2 સાઉથની

  • દંગલ - 2024 કરોડ
  • બાહુબલી 2 - 1810 કરોડ
  • RRR - 1049 કરોડ

'દંગલ'એ ભારતમાં 538 કરોડનો બિઝનેસ કર્યો હતો, પરંતુ વિશ્વમાં 1400 કરોડથી વધુની કમાણી કરી હતી.

વિશ્વભરમાં દસ હજાર થિયેટરમાં રિલીઝ થઈ
'KGF 2' વર્લ્ડવાઇડ 10 હજાર સ્ક્રીન્સ રિલીઝ થઈ છે, જેમાં ભારતની 6500 સ્ક્રીન્સ સામેલ છે. ભારતમાં 6500માંથી 4000 સ્ક્રીન્સ માત્ર હિંદીની છે.