યશ સ્ટારર ફિલ્મ 'KGF 2'ને ભારતમાં જબરજસ્ત ઓપનિંગ મળ્યું છે. ફિલ્મના હિંદી વર્ઝને ત્રીજા દિવસે 42.90 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ હિંદી વર્ઝને માત્ર ત્રણ દિવસની અંદર 143.64 રોડની કમાણી કરી છે. આ પહેલાં 'બાહુબલી'એ 128 કરોડની કમાણી કરી હતી.
'KGF 2'એ ત્રણ દિવસમાં વર્લ્ડવાઇડ 419.70 કરોડની કમાણી કરી છે. ટ્રેડ પંડિતોના મતે રિલીઝના ચોથા દિવસે જ ફિલ્મ 500 કરોડથી વધુની કમાણી કરશે. 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં કન્નડ એકટર યશ ઉપરાંત સંજય દત્ત તથા રવીના ટંડન છે. ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે.
હિંદી વર્ઝને સુનામી લાવી દીધી
'KGF 2'ના હિંદી વર્ઝને બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. ફિલ્મે પહેલાં દિવસે 53.95, બીજા દિવસે 46.79 તથા ત્રીજા દિવસે 42.92 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મ ક્રિટિક મનોબાલાએ કહ્યું હતું કે 'KGF 2'એ તમિળનાડુમાં પહેલા દિવસે 8.24 કરોડ, બીજા દિવસે 1061 કરોડ તથા ત્રીજા દિવસે 11.5 કરોની કમાણી કરી હતી. આ ફિલ્મ કેરળની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.