તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફિલ્મ 'KGF 2' 16 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. જ્યારથી આ ફિલ્મ અનાઉન્સ થઇ છે ત્યારથી સોશિયલ મીડિયા પર યશના ફેન્સે 'KGF 2'ના રિલીઝ દિવસને નેશનલ હોલિડે જાહેર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે. ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે અને સાથે જ ફિલ્મમાં લીડ રોલમાં યશ અને સંજય દત્ત જોવા મળશે.
ફેન્સે પીએમ મોદીને ચિઠ્ઠી લખી
ફેન્સ દ્વારા પીએમને લખેલી ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે જેમાં લખ્યું છે, 'જેમ કે આપણે બધા જાણીએ છીએ કે KGF 2 ફિલ્મ 16 જુલાઈ, 2021ના રોજ રિલીઝ થઇ રહી છે. લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માટે અમે તમને અપીલ કરીએ છીએ કે તે દિવસે નેશનલ હોલિડે જાહેર કરી દો. અમારી ભાવનાઓ સમજવાનો પ્રયાસ કરો. આ માત્ર એક ફિલ્મ નથી આ અમારી ભાવના છે.' KGF 2 એક પેન ઇન્ડિયા પ્રોજેક્ટ છે કારણકે આ હિન્દી, તમિળ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થશે. આ રોકી (યશ)ની સ્ટોરી છે જે ગરીબીમાંથી ઊભો થઈને સોનાની ખીણનો રાજા બની જાય છે. ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત અને રવીના ટંડન, અનંત નાગ, નાગભરણ, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ, અચ્યુત કુમાર અને અર્ચના જોઈસ પણ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં છે.
KGF 2ના ટિઝરે રેકોર્ડ બનાવ્યો
KGF 2નું ટીઝર સાઉથ ઇન્ડિયન ફિલ્મ 'માસ્ટર' જેવી ફિલ્મોને પાછળ રાખીને હિસ્ટ્રીમાં સૌથી વધુ લાઈક ધરાવતું ટીઝર છે. ટીઝર રિલીઝ થયાના 10 કલાકની અંદર ટીઝરને 16 મિલિયન વ્યૂઝ મળ્યા હતા અને સોશિયલ મીડિયા પર રેકોર્ડ બનાવ્યો. ટીઝર રિલીઝ થયાના થોડા દિવસ બાદ સંજય દત્તે કહ્યું, 'હું ફેન્સ અને ઓડિયન્સથી KGF 2ના ટીઝરને મળેલા પ્રેમથી ઘણો ખુશ છું. આ મને મોટિવેટ કરે છે કે હું મારુ બેસ્ટ આપું તે ફેન્સને જે મારા પર ભરોસો કરે છે. આ તો હજુ ટીઝર હતું પિક્ચર હજુ બાકી છે. હું આ ફિલ્મ માટે ઘણો ઉત્સુક છું.'
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.