કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF 2' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મના હિંદી વર્ઝને આમિર ખાનની 'દંગલ'ને કમાણીમાં માત આપી છે. હવે આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર હિંદી ફિલ્મની યાદીમાં બીજા સ્થાને આવી છે. 'બાહુબલી 2' 510.99 કરોડની કમાણી સાથે નંબર વન પર છે.
22 દિવસમાં 391 કરોડની કમાણી
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'KGF 2'એ 'દંગલ'ની કમાણીને માત આપી. હવે હિંદી ફિલ્મની ટોપ ગ્રોસિંગ યાદીમાં બીજા સ્થાને. 400 કરોડની કમાણી તરફ આગેકૂચ. ફિલ્મના હિંદી વર્ઝનની કુલ કમાણી 391.65 કરોડ.' ઉલ્લેખનીય છે કે આમિર ખાનની 'દંગલ'એ 387.38 કરોડની કમાણી કરી છે.
હિંદી વર્ઝનની કમાણી
દિવસ | કમાણી (કરોડમાં) |
ડે 1 | 53.95 |
ડે 2 | 46.79 |
ડે 3 | 42.90 |
ડે 4 | 50.35 |
ડે 5 | 25.57 |
ડે 6ં | 19.14 |
ડે 7 | 16.35 |
ડે 8 | 13.58 |
ડે 9 | 11.56 |
ડે 10 | 18.25 |
ડે 11 | 22.68 |
ડે 12 | 8.28 |
ડે 13 | 7.48 |
ડે 14 | 6.25 |
ડે 15 | 6.25 |
ડે 16 | 4.25 |
ડે 17 | 7.25 |
ડે 18 | 9.27 |
ડે 19 | 3.75 |
ડે 20 | 9.57 |
ડે 21 | 8.75 |
કુલ | 391.65 |
વર્લ્ડવાઇડ કેટલી કમાણી કરી?
'KGF 2'એ વર્લ્ડવાઇડ 1065.52 કરોડની કમાણી કરી છે. એસ એસ રાજમૌલિની ફિલ્મ 'RRR'એ અત્યાર સુધી 1165 કરોડની કમાણી કરી છે.
14 એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થઈ
પ્રશાંત નીલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, રવીના ટંડન, પ્રકાશ રાજ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મ 14 એપ્રિલના રોજ કન્નડ, હિંદી, તમિળ, તેલુગુ તથા મલયાલમમાં રિલીઝ થઈ હતી.
ડિજિટલ રાઇટ્સ 320 કરોડમાં વેચાયાની ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 'KGF 2'ના ડિજિટલ રાઇટ્સ 320 કરોડ રૂપિયામાં વેચાયા છે. આ ફિલ્મ 27 મેના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. જોકે, હજી સુધી આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.
બોલિવૂડ ફિલ્મના ડિજિટલ રાઇટ્સની ડીલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.