તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાસ્ટિંગ કાઉચ:'ગંદી બાત' ફૅમ કેવલ દાસાનીએ કહ્યું, કાસ્ટિંગ કરનાર વ્યક્તિએ કહ્યું હતું- મારા ઘરે આવી જા, તને લીડ રોલ અપાવીશ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'ગંદી બાત 6' ફૅમ એક્ટર કેવલ દાસાનીએ હાલમાં જ કાસ્ટિંગ કાઉચના અનુભવ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આઉટસાઈડર હોવાને કારણે તેની એક્ટિંગ જર્ની ઘણી જ મુશ્કેલ રહી હતી. તે ઈન્ડસ્ટ્રીમાંથી કોઈને ઓળખતો નહોતો. તેણે પોતાની જર્ની અંગે કહ્યું હતું કે કાસ્ટિંગ કાઉચથી કોણ બચી શક્યું છે. તેને લાગે છે કે કોઈ પણ નહીં. સમયની સાથે તેણે જોયું છે કે કાસ્ટિંગ કાઉચ દરેક તબક્કે છે.

પહેલો અનુભવ ક્યારે થયો?
વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં કેવલે કહ્યું હતું, 'મારો પહેલો અનુભવ ત્યારે હતો ત્યારે મને કાસ્ટિંગ કરનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે અરે તને ખ્યાલ નથી. બધા જ કરે છે. તું તેને (કેટલાક નામ લઈને) ઓળખે છે. તેથી જ તો તેને આટલું બધું કામ મળે છે. ત્યારબાદ અન્ય કેટલાંક લોકોએ કહ્યું કે લીડ રોલ અપાવીશ, આજે ઘરે આવી જા. એકવાર ટ્રાય તો કર. હું કોલેજના પ્રથમ વર્ષથી મહેનત કરું છું અને ક્યારેય સરળ રસ્તો પસંદ કર્યો નથી. આથી મેં એ તમામ ઑફર રિજેક્ટ કરી હતી. અહીંયાની આ જ કડવી હકીકત છે.'

ન્યૂ કમર્સને સલાહ
કેવલે એક્ટર બનવાનું સપનું જોતા યુવાનોને સલાહ આપતા કહ્યું હતું, 'તમારે દરેક પડકાર માટે તૈયાર રહેવું જોઈએ. જો તમે દરેક ચેલેન્ડને સર્વાઈવ અથવા એક્સેપ્ટ કરશો તો નિશ્ચિત રીતે એકને એક દિવસે તેને ક્રેક કરી લેશો. એક્ટર તરીકેની તમારી જર્નીમાં દરેક બાબત અંગે પ્રેક્ટિકલ રહો અને સૌથી જરૂરી એક ટાઈમલાઈન બનાવીને રાખો. તમારા ગ્રાફને વાંચો અને જરૂરી કરેક્શન કરો. પછી તે ગમે તે કેમ ના હોય.' ઉલ્લેખનીય છે કે 'ગંદી બાત 6' ઉપરાંત કેવલ 'મેડિકલી યોર્સ' તથા 'આપકે આ જાને સે' જેવી સિરીઝમાં પણ કામ કર્યું છે.