હોલિડે Pics:બિકીનીમાં કેટરીના પતિ વિકી સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટરીના તથા વિકી હાલમાં બીચ વેકેશન એન્જોય કરી રહ્યા છે

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ પતિ વિકી કૌશલ સાથે હાલમાં જ બીચ વેકેશન પર ગઈ છે. કેટરીનાએ વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. કેટ પતિ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળી હતી.

બિકીનીમાં કેટરીના કૈફ
કેટરીના ટૂ પીસ બિકીનીમાં જોવા મળે છે. એક તસવીરમાં વિકી, કેટરીનાના ખોળામાં માથું મૂકીને સૂતો જોવા મળ્યો છે. અન્ય એક તસવીરમાં કેટરીના બ્લેક ગોગલ્સમાં જોવા મળે છે. વિકી કૌશલ શર્ટલેસ હોય છે.

હાલમાં જ કેટરીનાના દિયરે વખાણ કર્યા હતા
થોડાં સમય પહેલાં વિકી કૌશલના નાના ભાઈ સની કૌશલે ભાભી કેટ અંગે વાત કરી હતી. સનીએ કહ્યું હતું, 'તેઓ ઘણાં જ પ્રેમાળ તથા પોઝિટિવ પર્સન છે. તેઓ અમારા પરિવારમાં પોઝિટિવ એનર્જી લઈને આવ્યા છે. તે ઘણાં જ સિમ્પલ છે.'

સાસુ-સસરા, દિયર અને પતિ સાથે કેટ
સાસુ-સસરા, દિયર અને પતિ સાથે કેટ

કેટરીના-વિકીએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા
કેટરીના તથા વિકીએ ગયા વર્ષે નવ ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને હનીમૂન માટે માલદિવ્સ ગયા હતા.