રસોડામાં કેટરીનાની એન્ટ્રી:વિકી કૌશલની પત્ની કેટરીનાએ પહેલીવાર સાસરિયાઓ માટે શીરો બનાવ્યો, ફોટો શેર કરીને લખ્યું- 'મેં બનાવ્યો'

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટરીના પહેલી વખત તેના સાસરિયાંના રસોડામાં પ્રવેશી અને સોજીનો શીરો બનાવ્યો
  • કેટરીના અને વિકીની પાસે પ્લાન A અને B છે
  • અંકિતા લોખંડે વિકી જૈનનું રાયપુરમાં યોજાનાર રિસેપ્શન કોવિડ-19 પ્રોટોકોલને કારણે રદ કરવામાં આવ્યું

કેટરીના કૈફ લગ્ન બાદની બધી વિધિને મનથી નિભાવી રહી છે. મંગળવારે હનીમૂનથી પરત ફર્યા બાદ કૈટે પોતાના લગ્ન બાદની તેની એક વિધિ શેર કરી છે. કેટરીના પહેલી વખત તેના સાસરિયાંના રસોડામાં પ્રવેશી અને સોજીનો હલવો બનાવ્યો. હલવાથી ભરેલી વાટકીની સાથે તેને એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું- 'મેં બનાવ્યો'.

ઉલ્લેખનીય એ છે કે, આ રસોડું ચલાવવાની વિધિ છે જે નવી વહુને સાસરીના રસોડામાં પહેલી વખત કરવાની હોય છે. તેમાં વહુને કંઈક ગળ્યું બનાવવાનું હોય છે.

પહેલી વખત સાથે કામ કરશે કેટ-વિકી
રિપોર્ટ્સના અનુસાર, લગ્ન બાદ અત્યાર સુધી વિકી અને કેટરીના એક સાથે કામ કરતા જોવા મળશે. આ બંનેને એક હેલ્થ પ્રોડક્ટ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. તે ઉપરાંત બંને એક લક્ઝરી બ્રાન્ડ માટે પણ સાથે સ્ક્રિન શેર કરશે. અત્યાર સુધી બંને એક સાથે માત્ર એવોર્ડ શો, ફોટો ઓપ્સ અને ચેટ શોમાં જોવા મળ્યા છે. ત્યારબાદ તેમના લગ્નની તસવીરો સામે આવી.

રાજસ્થાનમાં લગ્ન બાદ કેટરીના કૈફ અને વિકી કૌશલ મુંબઈ પરત ફર્યા છે. બંનેએ ડિસેમ્બરમાં જ મુંબઈના લોકોને લગ્નની પાર્ટી આપવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ કોરોનાના કારણે હવે તેને લંબાવવામાં આવી શકે છે. કેટરીના અને વિકીએ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં નજીકના સંબંધીઓ, મિત્રો અને અમુક જ સેલેબ્રિટીની હાજરીમાં 7થી 9 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કર્યા હતા.

કેટરીના અને વિકીની પાસે પ્લાન A અને B છે
બંનેના નજીકના એક સૂત્રે ઈન્ડિયા ટૂડેને જણાવ્યું કે, વિકી અને કેટરીના રિસેપ્શનની તારીખો માટે વિકલ્પો શોધી રહ્યા છે. પ્લાન Aના અનુસાર, બંને આવતા અઠવાડિયે જ રિસેપ્શન આપવાનું વિચારી રહ્યા છે, જેથી તેમની લગ્નની તારીખ રિસેપ્શનની તારીખ વચ્ચે બહુ અંતર ન રહે. પ્લાન B પણ છે, જેમાં બંને મુંબઈમાં હાજર કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના રિસેપ્શનને આગળ લંબાવી શકે છે.

ડિસેમ્બરમાં ક્રિસમસ અને ન્યૂ યર
નજીકના સહયોગીએ જણાવ્યું હતું, BMC તે સેલિબ્રિટીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે જેઓ કોરોના નિયમોનો ભંગ કરી રહ્યા છે, ભીડમાં જઈ રહ્યા છે અને ટેસ્ટથી બચી રહ્યા છે. વિકી અને કેટરીના પણ તેમના ગેસ્ટ લિસ્ટ વિશે ઘણું વિચારી રહ્યા છે. તેમાં સેલિબ્રિટિઝ અને VIPsના નામ છે. આવી સ્થિતિમાં બંને લિસ્ટ બનાવવામાં ઘણી સાવધાની રાખી રહ્યા છે અને કોઈ જોખમ લેવા માગતા નથી.

વિકી અને કેટરીના એ ફેક્ટને પણ ધ્યાનમાં રાખી રહ્યા છે કે ડિસેમ્બરમાં ક્રિસમસ અને ન્યૂ યર જેવા સેલિબ્રેશન પણ છે. આવી સ્થિતિમાં તેમના લિસ્ટમાં સામેલ કરવામાં આવેલા ગેસ્ટ કાં તો મુસાફરી પર હશે અથવા રજાઓ પર હશે.

રિસેપ્શનનું પ્લાનિંગ 20 ડિસેમ્બરનું હતું
આ પહેલા ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ 20 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન આપશે. આ રિસેપ્શન તે નજીકના લોકો, સેલેબ્સ, અને VIPs લોકો માટે હશે, જેમને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. રિપોર્ટના અનુસાર, કેટરીના અને તેની ફેમિલી ક્રિસમસ ધૂમધામથી સેલિબ્રેટ કરે છે. તેથી બંનેએ નક્કી કર્યું છે કે આ વખતે ક્રિસમસ સાથે સેલિબ્રેટ કરશે. ક્રિસમસ પહેલા આ કપલ ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન રાખશે.

અંકિતા લોખંડેએ પણ પોતાનું રિસેપ્શન કેન્સલ કર્યું

અંકિતા લોખંડે વિકી જૈનનું રાયપુરમાં યોજાનાર રિસેપ્શન કોવિડ-19 પ્રોટોકોલને કારણે રદ કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સના અનુસાર, રાયપુરના રહેવાસી વિકી જૈને પોતાના શહેરમાં રિસેપ્શનનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ કોરોનાનાં વધતા કેસના કારણે છત્તીસગઢમાં ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી બંને પોતાનું રિસેપ્શન કેન્સલ કરી દીધું છે. હવે સ્થિતિ સામાન્ય થશે ત્યારે થોડા સમય બાદ રિસેપ્શન આપશે. ઉલ્લેખનીય છે કે અંકિતાએ 14 ડિસેમ્બરે વિકી જૈનની સાથે લગ્ન કર્યા છે. અંકિતા લોખંડે અને વિકી જૈન ઈચ્છે છે કે દરેક વ્યક્તિ સુરક્ષિત રહે. આ કારણોસર, તેમને આ નિર્ણય લીધો છે કારણ કે જ્યાં વધુ ભીડ એકઠી થાય છે, ત્યાં કોરોના વધવાની સંભાવના વધારે છે.