સેલેબ લાઈફ:કેટરીના કૈફ તેનાથી 5 વર્ષ નાના વિકી કૌશલ સાથે લગ્ન કરશે, આ બોલિવૂડ કપલની વચ્ચે પણ ઉંમરમાં ઘણું અંતર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરીના કરતા 10 વર્ષ મોટા સૈફે 2012માં તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન અત્યારે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, બંને 7-12 ડિસેમ્બરની વચ્ચે લગ્નના બંધનમાં બંધાશે જો કે, બંનેએ આ સમાચારો પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.

રિપોર્ટ્સના અનુસાર, છેલ્લા બે વર્ષથી બંનેનો સિક્રેટ રોમાન્સ ચાલુ છે. બંનેની વચ્ચે એજ ગેપ પણ ચર્ચામાં છે. કેટરીના વિકી કરતા 5 વર્ષ મોટી છે. કેટની ઉંમર 38 વર્ષની છે, જ્યારે વિકીની ઉંમર 33 વર્ષની છે. જો બંનેના લગ્ન થશે તો કેટરીનાનું નામ પણ તે સેલેબ્સના લિસ્ટમાં સામેલ થઈ જશે જેમના લાઈફ પાર્ટનર ઉંમરમાં ઘણા નાના છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન

કરીના કરતા 10 વર્ષ મોટા સૈફે 2012માં તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. કરીના 40 વર્ષની છે, તેમજ સૈફ 50 વર્ષનો થઈ ગયો છે. એક ઈન્ટરવ્યુમાં સૈફ-કરીનાએ એજ ગેપ વિશે કહ્યું હતું કે, તેમને તેનાથી કોઈ ફરક નથી પડતો કેમ કે તેમનું બોન્ડિંગ મજબૂત છે. અત્યારે તેઓ બે બાળકોના માતા-પિતા છે. અગાઉ 2016માં બંને તૈમૂરના માતાપિતા બન્યા હતા જે ડિસેમ્બરમાં 4 વર્ષનો થઈ જશે.

પ્રિયંકા ચોપરા-નિક જોનસ
પ્રિયંકાએ ઈન્ટરનેશનલ સિંગર નિક સાથે 2018માં લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. 37 વર્ષની પ્રિયંકાએ જ્યારે 10 વર્ષ નાના નિકને પોતાનો હમસફર બનાવ્યો હતો તેણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો પરંતુ તેની પરવા કર્યા વિના પ્રિયંકા અમેરિકામાં સુખી લગ્ન જીવન જીવી રહી છે.

શાહિદ કપૂર- મીરા રાજપૂત
શું તમને ખબર છે કે 39 વર્ષનો શાહિદ તેની પત્ની મીરા કરતા 14 વર્ષ મોટો છે. મીરા 25 વર્ષની છે. બંનેએ 2015માં અરેન્જ મેરેજ કર્યા હતા. હવે બંને બે બાળકો મીશા અને જૈનના માતાપિતા બની ગયા છે.

સુષ્મિતા સેન-રોહમન શોલ
44 વર્ષની એક્ટ્રેસ સુષ્મિતા સેન એક્ટિંગ કરતા વધારે પોતાના લવ-અફેરને લઈને ચર્ચામાં છે. તે 15 વર્ષ નાના 29 વર્ષના મોડેલ રોહમન શોલને ડેટ કરી રહી છે. રોહમન અને સુષ્મિતા લિવ ઈનમાં રહે છે. બંને હંમેશાં સોશિયલ મીડિયા પર વર્કઆઉટ કરતા ફોટો વીડિયો શેર કરે છે. ​​​​​​​

રણબીર કપૂર-આલિયા ભટ્ટ
38 વર્ષનો રણબીર કપૂર 10 વર્ષ નાની આલિયા ભટ્ટને ડેટ કરવાને લઈને ચર્ચામાં રહે છે. બંનેએ પહેલી વખત સોનમ કપૂરના લગ્ન પર એક સાથે અપીરિયન્સ આપીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરતા બંને એકબીજાની નીકટ આવ્યા હતા.

મિલિંદ સોમણ- અંકિતા કુંવર

55 વર્ષના એક્ટર મિલિંદ સોમણ 21 એપ્રિલ 2017ના રોજ પોતાના કરતા 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ અંકિતા કંવર સાથે લગ્ન કરી લીધા હતા. મિલિંદ સોમણના આ બીજા લગ્ન હતા. તેમને જુલાઈ 2006માં ફ્રેંચ એક્ટ્રેસ માયલેન જમ્પાનોઈ સાથે લગ્ન કર્યા હતા. જો કે ત્રણ વર્ષ સાથે રહ્યા બાદ આ કપલે 2009માં તલાક લઈ લીધા. મિલિંદ લગભગ દોઢ વર્ષથી અંકિતાને ડેટ કરી રહ્યો હતો. અંકિતા સાથે તેની મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...