નવા ઘરમાં શિફ્ટ થશે:કેટ-વિકી લગ્ન બાદ વિરાટ કોહલી-અનુષ્કાના પાડોશી બનશે, મહિને લાખો રૂપિયાનું ભાડું ભરશે

મુંબઈ8 મહિનો પહેલા
  • કેટરીના તથા વિકી ડિસેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કરશે

વિકી કૌશલ તથા કેટરીના કૈફના લગ્નની ચર્ચા હાલ ચાલી રહી છે. બંને ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. આટલું જ નહીં, બંનેના લગ્નનાં ફંક્શન છ દિવસ સુધી ચાલશે. કેટરીના તથા વિકીની રોકા સેરેમની ડિરેક્ટર કબીર ખાનના ઘરે દિવાળીના દિવસે યોજાઈ હતી. લગ્ન બાદ તેઓ નવા ઘરમાં રહેવા જશે.

વિરાટ કોહલી-અનુષ્કાનાં પાડોશી બન્યાં
વિકી કૌશલ તથા કેટરીના કૈફ લગ્ન બાદ નવા ઘરમાં રહેવા જશે. બંનેએ જુહુમાં નવું ઘર રાખ્યું છે. માનવામાં આવે છે કે બંને છેલ્લા ઘણા સમયથી નવું ઘર શોધતાં હતાં.

લગ્ન બાદ આ બિલ્ડિંગના આઠમા માળે કેટ-વિકી રહેશે.
લગ્ન બાદ આ બિલ્ડિંગના આઠમા માળે કેટ-વિકી રહેશે.

બંનેએ વિરાટ કોહલી-અનુષ્કાની બિલ્ડિંગમાં જ ભાડેથી ઘર રાખ્યું છે.
વિકી કૌશલે જુલાઈ, 2021માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં ઘર ભાડે લીધું છે. વિકીએ આઠમા ફ્લોર પર ઘર લીધું છે.

ડિપોઝિટ તરીકે 1.75 કરોડ રૂપિયા આપ્યા
વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 1.75 કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતના ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે.

દિવાળીના દિવસે માતા તથા બહેન સાથે કેટરીના.
દિવાળીના દિવસે માતા તથા બહેન સાથે કેટરીના.

પરિવારની હાજરીમાં રોકા સેરેમની યોજાઈ
રોકા સેરેમનીમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. કેટરીનાની મોમ સુઝાન, બહેન ઈઝાબેલ, વિકીના પેરન્ટ્સ શ્યામ કૌશલ, વીણા કૌશલ, ભાઈ સની હાજર રહ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રોકા સેરેમની ઘણી જ સારી રીતે યોજાઈ હતી. કબીર ખાને લાઇટ્સથી આખું ઘર ડેકોરેટ કર્યું હતું. કેટરીના કૈફ લહેંગામાં ઘણી જ સુંદર લાગતી હતી. કબીર તથા મીનીએ ભાવપૂર્વક મહેમાનોને સત્કાર્યા હતા.