કેટરીના કૈફ તથા વિકી કૌશલ હાલમાં પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. બંને આવતા મહિને ડિસેમ્બરમાં લગ્ન બંધનમાં બંધાશે. રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં બંનેના લગ્નની તૈયારી જોરશોરથી તઈ રહી છે. ચૌથ માતા ટ્રસ્ટ તથા હોટલ શિવપ્રિયા પેલેસમાં 42 રૂમ બુકિંગ કરવામાં આવ્યા છે. હવે સવાઈ માધોપુર, રણથંભોર રોડ પર આવેલી ફાઇવ સ્ટાર હોટલ તાજ તથા ધ ઓબેરોય પણ બુક કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આ તમામ હોટલમાં અંદાજે 125 બોલિવૂડ સેલેબ્સ રોકાશે. આ તમામ મહેમાનોને એરપોર્ટથી પિક-અપ તથા ડ્રોપ-અપ માટે ટ્રાવેલ કંપની પાસેથી અંદાજે 40 લક્ઝૂરિયસ કાર્સની ડિમાન્ડ કરવામાં આવી છે, જેમાં ઓડી, રેન્જ રોવર, વેનિટી વેન સહિતની ગાડી સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિકી કૌશલ તથા કેટરીના કૈફના મેનેજરે રાજસ્થાન આવીને લગ્નની તમામ વ્યવસ્થા શરૂ કરી દીધી છે.
ટીવી કલાકાર-ક્રૂને મુશ્કેલી પડી
સૂત્રોના મતે, જયપુરમાં 7-9 ડિસેમ્બર દરમિયાન શૂટિંગ કરતા ફિલ્મ તથા ટીવી ક્રૂને ભાડેથી ગાડીઓ મળતી નથી. મોટાભાગની લક્ઝૂરિયસ તથા હાઇ એન્ડ કાર લગ્ન માટે બુક થઈ ગઈ છે. એરપોર્ટથી હોટલ સુધી પિક-અપ તથા ડ્રોપની સુવિધા તથા પ્રી વેડિંગ ફંક્શન માટે થોકબંધ બુકિંગ કરવામાં આવ્યું છે.
લગ્નમાં ટ્રિપલ લેયરમાં સુરક્ષા
ઉલ્લેખનીય છે કે ઇવેન્ટ કંપની તરફથી હોટલ રેજન્સી તથા સવાઇ વિલાસ સાથે વાતચીત થઈ રહી છે. હોટલ રેજન્સીમાં 60 રૂમ બુક કર્યા હોવાની ચર્ચા છે.
વિકી-કેટના મેનેજર તથા ઇવેન્ટ કંપનીઓ સાથે મળીને સ્થાનિક તંત્ર, પોલીસ તથા લગ્ન સાથે જોડાયેલા કેટરિંગ, સિક્યોરિટી વચ્ચે એક મિટિંગ થશે. આ દરમિયાન સ્પેશિયલ ગેસ્ટ માટે ટ્રિપલ લેયર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. પહેલા લેયરમાં રાજસ્થાન પોલીસના જવાનો, બીજા લેયરમાં સિક્સ સેન્સ કંપનીની સિક્યોરિટી તથા ત્રીજા લેયરમાં સેલેબ્સના બૉડીગાર્ડ તથા બાઉન્સર રહેશે.
125 મહેમાનોના આવશે
કેટ-વિકીના લગ્નમાં અંદાજે 125 મહેમાનો આવે તેવી શક્યતા છે. સલમાન ખાન તથા તેના પરિવારને સૌ પહેલાં કંકોત્રી આપવામાં આવી છે. જોકે, સલમાન ખાન આ લગ્નમાં હાજરી આપશે નહીં. ગેસ્ટ લિસ્ટમાં વરુણ ધવન-નતાશા દલાલ, રોહિત શેટ્ટી, કરન જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મીની માથુર, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિઆરા અડવાણી સહિતના સેલેબ્સ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.