ફર્સ્ટ લુક:કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી તથા ઈશાન ખટ્ટરની હોરર કોમેડી ફિલ્મ ‘ફોન ભૂત’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

મુંબઈએક વર્ષ પહેલા

હોરર કોમેડી ફિલ્મ ‘ફોન ભૂત’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી તથા ઈશાન ખટ્ટર છે. 

કેટરીના-ઈશાન-સિદ્ધાંત ભૂત ભગાડશે
કેટરીના કૈફ બોલિવૂડની બે યંગ ટેલેન્ટ્સ ઈશાન ખટ્ટર તથા સિદ્ધાંત ચતુર્વેદીની સાથે પહેલી જ વાર જોવા મળશે. ફિલ્મમાં આ ત્રણેય કલાકારો ભૂત ભગાડતા જોવા મળશે. કેટરીના, ઈશાન તથા સિદ્ધાંતે સો.મીડિયામાં ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે. 

ઈશાન ખટ્ટરે ફિલ્મનો લુક શૅર કરીને કહ્યું હતું, તમારી ભૂતો સાથે જોડાયેલી દરેક સમસ્યા માટે અમે આવી ગયા છીએ. ‘ફોન ભૂત’ સિનેમામાં 2021માં આવશે. આમ તો ભૂતો પર લૉકડાઉન લાગુ હોતું નથી પરંતુ આ તસવીર માર્ચથી લૉક્ડ હતી. આખરે આવી જ ગયા... હવે ચલો પાછા જાદુ-ટોના કરીએ. 

ઉલ્લેખનીય છે કે આ સુપરનેચરલ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મને ગુરમીત સિંહે ડિરેક્ટ કરી છે. ફિલ્મની વાર્તાને સ્ક્રીનરાઈટર જસવિંદર બાથ તથા રવિ શંકરને સાથે મળીને લખી છે. આ ફિલ્મને ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાની પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. 

ઈશાન તથા સિદ્ધાંતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશાન ‘અ સ્યૂટેબલ બોય’ તથા અનન્યા પાંડે સાથે ‘ખાલી પીલી’માં જોવા મળશે. સિદ્ધાંત ડિરેક્ટર શકુન બત્રાની ફિલ્મમાં અનન્યા પાંડે તથા દીપિકા સાથે જોવા મળશે. આ ઉપરાંત તે ‘બંટી ઔર બબલી 2’માં પણ કામ કરી રહ્યો છે.