તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોના:કથિત બોયફ્રેન્ડ વિકી કૌશલ બાદ હવે કેટરીના કૈફ પોઝિટિવ, ઘરમાં જ આઈસોલેટ

મુંબઈએક મહિનો પહેલા

દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ તથા શનિ-રવિ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ એક પછી એક કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે કેટરીના કૈફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શું કહ્યું કેટરીનાએ?
કેટરીનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઘરમાં જ આઈસોલેટેડ છું. જરૂરી મેડિકલ સૂચનાઓનું પાલન કરી રહી છું. હું વિનંતી કરું છું કે મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાનો ટેસ્ટ કરાવે. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. મહેરબાની કરીને સાવચેત રહો, સંભાળ રાખો.'

કેટરિનાની સો.મીડિયા પોસ્ટ
કેટરિનાની સો.મીડિયા પોસ્ટ

વિકી કૌશલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી. તેણે સો.મીડિયામાં કહ્યું હતું, 'તમામ સાવચેતી રાખ્યા હોવા છતાંય મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હોમ ક્વૉરન્ટીન છું. ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર તામમ લોકોએ પોતાનો ટેસ્ટ કરાવી લો. સાવચેતી રાખો અને સલામત રહો.'​​​​​

વિકી કૌશલની પોસ્ટ
વિકી કૌશલની પોસ્ટ

અફેર હોવાની ચર્ચા
વિકી કૌશલ તથા કેટરીના કૈફ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી અફેર હોવાની ચર્ચા થઈ રહી છે. ગયા વર્ષે ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં વિકી તથા કેટરીના સાથે જોવા મળ્યા હતા. આ પહેલાં બચ્ચન પરિવારની પાર્ટીમાં પણ બંને સાથે હતા. આટલું જ નહીં બંનેએ માલદિવ્સમાં વેકેશન પણ મનાવ્યું હતું. જોકે, હજી સુધી બંનેમાંથી કોઈએ પોતાના સંબંધો અંગે કંઈ જ કહ્યું નથી.

આ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા
અક્ષય કુમારને કોરોના થયા બાદ તે હોસ્પિટલમાં એડમિટ થયો છે. કાર્તિક આર્યનનો હાલમાં જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં જ સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી આલિયા ભટ્ટ, ગોવિંદા, આમિર ખાન, આમિરનો મિત્ર અમીન હાજી, આર. માધવન, રોહિત સરફ, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, મિલિંદ સોમણ, ફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર, સતીશ કૌશિક તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.

મહારાષ્ટ્રની સ્થિતિ
અહીં 5 એપ્રિલ, સોમવારના રોજ 47,288 નવા કેસ નોંધાયા હતા. 26,252 દર્દીઓ સાજા થયા અને 155 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજયમાં અત્યાર સુધીમાં 30.57 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 25 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 56,033 લોકોના મોત થયા છે. અહીં લગભગ 4.51 લાખ લોકો સારવાર હેઠળ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો