વાઇરલ વીડિયો:કેટરીના કૈફે પતિ વિકી કૌશલને અને રણવીર સિંહે પત્ની દીપિકા પાદુકોણને કિસ કરી

મુંબઈએક મહિનો પહેલા

હાલમાં જ મુંબઈમાં 67મો ફિલ્મફેર અવૉર્ડ યોજાઈ ગયો. અવૉર્ડ શોમાં રણવીર-દીપિકા, વિકી કૌશલ-કેટરીના સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. કેટરીના કૈફ પતિ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી. કેટે વિકીને અને રણવીર સિંહે દીપિકાને અવૉર્ડ શોમાં કિસ કરી હતી.

સાડીમાં જોવા મળી
કેટરીનાએ શિમરી સાડી પહેરી હતી. આટલું જ નહીં, કેટરીનાએ પહેલી જ વાર લગ્ન અંગે વાત કરી હતી. કેટરીનાએ કહ્યું હતું કે કોરોનાને કારણે તેણે તેના લગ્ન ઘણા જ પ્રાઇવેટ રાખ્યા હતા. તેના પરિવારને કોરોનાએ ઘણી જ અસર કરી હતી અને તેથી જ તેણે કોરોનાને ગંભીરતાથી લીધો હતો. તેને લાગે છે કે આ વર્ષ ઘણું જ સારું રહેશે. લગ્ન બાદ તેઓ બંને ઘણાં જ ખુશ છે.

વિકીએ ગીત ગાયું
વિકીએ રેડ કાર્પેટ પર કેટરીનાની ફિલ્મનું ગીત 'કાલા ચશ્મા' ગાયું હતું. વિકી કૌશલને ફિલ્મ 'સરદાર ઉધમ' માટે બેસ્ટ ક્રિટિક્સ અવૉર્ડ મળ્યો હતો. વિકી કૌશલ જ્યારે અવૉર્ડ લેવા જતો હતો ત્યારે કેટરીનાએ તેને કિસ કરી હતી.

દીપિકાએ પતિને સરપ્રાઇઝ આપી
ફિલ્મફેર અવૉર્ડને રણવીર સિંહે હોસ્ટ કર્યો હતો અને તેણે શોમાં પર્ફોર્મ પણ કર્યું હતું. રણવીરને ફિલ્મ '83' માટે બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો છે. આ ફિલ્મ 1983માં ઇન્ડિયન ક્રિકેટ ટીમે પહેલી જ વાર વર્લ્ડકપ જીત્યો એના પર આધારિત હતી. દીપિકા પાદુકોણે સ્ટેજ પર સરપ્રાઇઝ આપી હતી.

દીપિકા બ્લૂ શર્ટ ને ડેનિમમાં જોવા મળી હતી. રણવીર સિંહને કરન જોહરે બેસ્ટ એક્ટરનો અવૉર્ડ આપ્યો હતો. રણવીરે દીપિકાને કિસ કરી હતી અને પછી પત્ની અને '83'ના ડિરેક્ટર કબીર ખાન તથા ફિલ્મની ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...