આ રહ્યો વિકી-કેટનો પરિવાર:કેટરીના કૈફને ક્યારેય પિતાનો પ્રેમ નથી મળ્યો, કેટને એક ભાઈ ને છ બહેન છે; વિકી કૌશલના પિતા શ્યામ કૌશલ સ્ટંટમેન રહી ચૂક્યા છે

2 મહિનો પહેલા
  • બંને સ્ટાર્સના પરિવાર આ લગ્નને લઈને ઘણા ખુશ છે

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નના હવે ગણતરીના દિવસો બાકી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 7-9 ડિસેમ્બરની વચ્ચે લગ્નના બંધનમાં બંધાશે. એ પહેલેથી જ લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે વિકી શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે લગ્નની તૈયારીઓમાં સમય નથી આપી રહ્યો, તેથી તેનો પરિવાર કેટરીનાની તૈયારીમાં મદદ કરી રહ્યો છે.

બીજી તરફ, કેટરીનાની માતા પણ લગ્નની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી હતી. બંને સ્ટાર્સના પરિવાર આ લગ્નને લઈને ઘણા ખુશ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ બંને પરિવાર વિશે. કયા ઘરની વહુ બનવા જઈ રહી છે કેટરીના અને કોનો જમાઈ બનવા જઈ રહ્યો છે વિકી કૌશલ જાણો...

પિતા શ્યામ કૌશલ અને માતા વીણા સાથે વિકી.
પિતા શ્યામ કૌશલ અને માતા વીણા સાથે વિકી.

વિકીના પિતા સ્ટંટ મેન રહી ચૂક્યા છે 16 મે 1988ના રોજ જન્મેલા વિકી કૌશલના પરિવારમાં તેના સિવાય માતા-પિતા અને એક ભાઈ છે. તેના પિતા શ્યામ કૌશલ છે, જે બોલિવૂડમાં જાણીતા સ્ટંટ ડાયરેક્ટર છે. પંજાબના ટાંડાના એક નાનકડા ગામ મિર્ઝાપુરના ગરીબ પરિવારમાંથી બોલિવૂડમાં એક્શન ડાયરેક્ટરની જગ્યા બનાવનાર શ્યામ કૌશલ લોકો માટે ઉત્તમ ઉદાહરણ છે. 1980માં સ્ટંટ મેન તરીકે શરૂઆત કરનારા શ્યામ કૌશલને નાના પાટેકરની ફિલ્મ પ્રહારમાં એક્શન ડાયરેક્ટર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો અને એની સાથે તેમની નવા કરિયરની શરૂઆત થઈ અને તેમને ક્યારેય પાછળ વળીને જોયું નથી. શ્યામ કૌશલની પત્ની અને વિકીની માતાનું નામ વીણા કૌશલ છે, જે એક હાઉસવાઈફ છે.

ભાઈ સનીની સાથે વિકી કૌશલ.
ભાઈ સનીની સાથે વિકી કૌશલ.

ભાઈ પણ બોલિવૂડમાં એક્ટર
33 વર્ષીય વિકીને એક નાનો ભાઈ છે, જેનું નામ સની કૌશલ છે. સની પણ બોલિવૂડમાં એક્ટર છે. સનીએ સનશાઈન મ્યુઝિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એક ફિલ્મથી 2016માં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ વેબ સિરીઝ ધ ફોરગોટન આર્મી, ભંગડા પા લે અને શિદ્દત જેવી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળ્યો છે.

કેટરીના કૈફ અને તેની માતા સુઝૈન.
કેટરીના કૈફ અને તેની માતા સુઝૈન.

કેટરીનાનો પરિવાર મોટો છે
કેટરીનાનો જન્મ હોંગકોંગમાં થયો હતો. કેટરીનાના પિતા કાશ્મીરી છે અને તેમનું નામ મોહમ્મદ કૈફ છે અને તેની માતા સુઝૈન ટરક્યોટ બ્રિટિશ નાગરિક છે. જ્યારે કેટ નાની હતી ત્યારે તેનાં માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા.

ભાઈ બહેનોની સાથે કેટરીના.
ભાઈ બહેનોની સાથે કેટરીના.

કેટરીનાએ એક વખત મીડિયામાં કહ્યું હતું કે મારા પિતાનો અમારા ઉછેર, અમારા ધાર્મિક, સામાજિક કે નૈતિક વ્યવહાર પર કોઈ ઈન્ફ્લુએન્સ નથી. કેટરીના ઘણી નાની હતી ત્યારે તેના પિતા પરિવારને છોડીને જતા રહ્યા હતા. તેને હંમેશાં એ વાતનો અફસોસ રહ્યો કે તેને ક્યારેય પિતાનો પ્રેમ ન મળી શક્યો.

જણાવી દઈએ કે કેટરીનાની માતા વ્યવસાયે વકીલ છે. એ ઉપરાંત તે અનાથ બાળકો માટે NGO પણ ચલાવે છે. કેટરીનાનાં 7 ભાઈ-બહેન છે. તેની 2 મોટી બહેન છે અને 3 નાની બહેન છે જેનાં નામ નતાશા, સ્ટેફની, ક્રિસ્ટિન, સોનિયા, મેલિસા અને ઈસાબેલ છે. તેને એક ભાઈ છે જેનું નામ માઈકલ છે. કેટરીનાની બહેન ઈસાબેલ પણ ફિલ્મોમાં આવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...