શિલ્પા બાદ કેટ ફોટોગ્રાફર્સ પર ગુસ્સાથી લાલચોળ:એક્ટ્રેસ કારમાંથી ઉતરીને બોલી, 'તમારો કેમેરા નીચે રાખો'

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેટરીના કૈફ ફોટોગ્રાફર્સ પર ગુસ્સો કરતી જોવા મળી હતી. થોડાં સમય પહેલાં જ શિલ્પા શેટ્ટી પણ આ જ રીતે ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ હતી.

કેટરીનાએ શું કહ્યું?
કેટરીનાએ બ્લેક આઉટફિટમાં ચહેરા પર માસ્ક પહેર્યો હતો. તે કારમાં બેસવા જાય છે ત્યારે ફોટોગ્રાફર્સ તેને ઊભા રહેવાનું કહે છે અને ફોટો ક્લિક કરવા આગળ વધે છે. આ જોઈને કેટરીનાને ગુસ્સે આવી જાય છે અને તે કહે છે, 'તમે લોકો કેમેરા નીચે રાખો. અમે અહીંયા એક્સર્સાઇઝ કરવા આવીએ છીએ. જો તમે આમ કરશો તો.... તમે કેમેરા નીચે રાખો.' કેટરીનાને ગુસ્સામાં જોઈને ફોટોગ્રાફરે તરત જ સોરી કહી દીધું હતું. જોકે, માસ્કને કારણે કેટરીનાના ચહેરાના હાવભાવ જોઈ શકાયા નહોતા, પરંતુ તે ઘણી જ ગુસ્સામાં હતી.

સો.મીડિયા યુઝર્સે વિવિધ રિએક્શન આપ્યા
સો.મીડિયામાં કેટનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે કેટરીનાનો સપોર્ટ કર્યો હતો અને ફોટોગ્રાફર્સને આમ ના કરવાની સલાહ પણ આપી દીધી હતી. કેટલાકે એવું કહ્યું હતું કે ફોટોગ્રાફર્સનું આ જ કામ છે અને કેટરીનાએ કારણ વગર ગુસ્સો કર્યો.

શિલ્પા પણ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ હતી
શિલ્પા શેટ્ટી થોડાં સમય પહેલાં જ મુંબઈમાં જોવા મળી હતી. શિલ્પા જ્યારે પોતાની કારમાં બેસવા જતી હતી તે પહેલાં ફોટોગ્રાફર્સ ને ચાહકો ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. એક્ટ્રેસે ફોટોગ્રાફર્સને મસ્તીભર્યાં પોઝ આપ્યા હતા અને પછી પોતાની કાર તરફ ગઈ હતી. આ દરમિયાન કેટલાંક ફોટોગ્રાફર્સે શિલ્પાની નિકટ આવવાનો પ્રયાસ કર્યો હતો. ફોટોગ્રાફર્સની આ વર્તણૂક જોઈને શિલ્પા શેટ્ટી ગુસ્સે થઈ ગઈ હતી. તેણે એવું કહ્યું હતું, 'મુંહ મેં ઘુસકર ફોટો લોગે ક્યા?' આટલું કહીને તે કારમાં બેસવા જાય છે, પરંતુ તેને માથામાં કાર વાગે છે. શિલ્પા શેટ્ટી બ્લેક ટી શર્ટ તથા સિલ્વર પેન્ટમાં જોવા મળી હતી.

છેલ્લે 'ફોનભૂત' ફિલ્મ રિલીઝ થઈ
કેટરીના કૈફ છેલ્લે ફિલ્મ 'ફોનભૂત'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર તથા સિદ્ધાંત ચતુર્વેદી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. હવે કેટરીના કૈફ ફિલ્મ 'મેરી ક્રિસમસ' તથા 'ટાઇગર 3'માં જોવા મળશે. કેટરીનાએ 2003માં 'બૂમ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે કેટરીનાએ બોલિવૂડ એક્ટર વિકી કૌશલ સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...