વિક-કેટનો રોમાન્સ:કેટરિના કૈફ પતિ વિકી કૌશલની સાથે સ્વિમિંગ પૂલમાં રોમેન્ટિક થઈ, સો.મીડિયા પર ફોટો વાઈરલ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવુડની સૌથી પોપ્યુલર રિયલ લાઈફ કપલમાંના એક કેટરિના કૈફ અને વિકી કૌશલ છે. કેટરિના હંમેશાં સોશિયલ મીડિયા પર પતિ વિકીની સાથે રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરતી રહે છે. હવે કેટરિનાએ પતિ વિકી કૌશલની સાથે સ્વિમિંગ પૂલમાં રોમાન્સ કરતો ફોટો પોસ્ટ કર્યો છે.

વિકી કેટરિનાની લેટેસ્ટ તસવીર
લેટેસ્ટ તસવીરમાં વિકી-કેટરિનાની વચ્ચે સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. કેટરિનાએ પોસ્ટ કરતાની સાથે જ આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વિકી અને કેટરિના આ ફોટોમાં ઈન્ટિમેટ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. કેટરિનાએ વિકીને ટાઈગ હગ કર્યું છે.

શર્ટલેસ અંદાજમાં વિકી કૌશલ અને વ્હાઈટ મોનોકિનીમાં કેટરિનાની આ બોલ્ડ તસવીર ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. કેટરિનાએ આ તસવીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું, 'મૈ ઔર મેરા'.

સેલેબ્સે પણ આ ફોટો પર કમેન્ટ કરી
ફેન્સ અને સેલિબ્રિટીઝ કોમેન્ટ કરીને કપલને 'હોટ' ગણાવી રહ્યા છે. રેપર રાજા કુમારીએ ફોટો પર કમેન્ટ કરી, 'પરફેક્શનનું બ્લેસિંગ તમને બંનેને મળ્યું છે.' હૃતિક રોશને કમેન્ટ કરી, 'બંને સારા લાગી રહ્યા છો.' આ સિવાય રકુલ પ્રીત સિંહે કોમેન્ટ બોક્સમાં 'હાર્ટ ઈમોજી' પણ શેર કર્યું. માત્ર સેલેબ્સ જ નહીં ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, તમે બંને એકબીજા માટે જ બન્યા છો.

ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા
વિકી કૌશલ અને કેટરિના કૈફ થોડા સમય પહેલા જ વેકેશન પર ગયા હતા. કપલે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

કપલનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ ટૂંક સમયમાં ‘ટાઈગર 3’ માં જોવા મળશે. તે ઉપરાંત તે ‘ફોન ભૂત’ અને ‘મેરી ક્રિસમસ’ફિલ્મમાં જોવા મળશે. વિકી કૌશલની વાત કરીએ તો તે ‘અશ્વથામા’, ‘સેમ બહાદુર’ અને ‘ગોવિંદા મેરા નામ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.