વિકી-કેટના લગ્ન:એક્ટ્રેસ વેડિંગ આઉટફિટ્સના ટ્રાયલમાં વ્યસ્ત, સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિઆરા અડવાણી, કરન જોહર પર્ફોર્મ કરશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકી-કેટ રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે

વિકી કૌશલ તથા કેટરીના કૈફ હાલમાં લગ્નને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બંને 7-12 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં લગ્ન કરવાના છે. જોકે, બંનેએ હજી સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. જોકે, માનવામાં આવે છે કે લગ્નની તડામાર તૈયારીઓ થઈ રહી છે.

લેટેસ્ટ અપડેટ પ્રમાણે, કેટરીનાએ લગ્નના વિવિધ ફંક્શનના અલગ અલગ આઉટફિટ્સની ટ્રાયલ શરૂ કરી દીધી છે. સૂત્રોના મતે, કેટરીના આઉટફિટ્સનું ફિટિંગ તથા ટ્રાયલ પોતાના મિત્રોના ઘરે કરી રહી છે. મીડિયાનો જમાવડો ઘરની બહાર ના થાય તે માટે આમ કરી રહી છે. કેટરીનાને ખ્યાલ છે કે લગ્નની નાની નાની માહિતી પણ સામે આવી રહી છે. આથી જ તેણે બ્રાઇટલ ટીમને અલર્ટ રહેવાનું કહ્યું છે. તેણે નાની-નાની વાતો માટે વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં જ કેટરીના લગ્ન સાથે જોડાયેલી વાતો તથા આઉટફિટ અંગે વાતો કરે છે.

સંગીત સેરેમનીમાં સેલેબ્સ પર્ફોર્મ કરશે
મીડિયા રિપોર્ટ્સ મજુબ, સંગીત સેરેમનીમાં કિઆરા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા પર્ફોર્મ કરશે. આ ઉપરાંત કરન જોહર પણ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપશે. વિકીનો ભાઈ સની કૌશલ, કેટની બહેન ઈઝાબેલ સહિત વરુણ ધવન-નતાશા દલાલ, કબીર ખાન-મીની માથુર, અલી અબ્બાસ ઝફર પણ ડાન્સ કરતાં જોવા મળશે.

રાજસ્થાનમાં લગ્ન
રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં બંનેના લગ્નની તૈયારી જોરશોરથી થઈ રહી છે. ચૌથ માતા ટ્રસ્ટ તથા હોટલ શિવપ્રિયા પેલેસમાં 42 રૂમ બુકિંગ કરવામાં આવ્યા છે. હવે સવાઈ માધોપુર, રણથંભોર રોડ પર આવેલી ફાઇવ સ્ટાર હોટલ તાજ તથા ધ ઓબેરોય પણ બુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇવેન્ટ કંપની તરફથી હોટલ રેજન્સી તથા સવાઇ વિલાસ સાથે વાતચીત થઈ રહી છે. હોટલ રેજન્સીમાં 60 રૂમ બુક કર્યા હોવાની ચર્ચા છે.

લગ્નમાં ટ્રિપલ લેયરમાં સુરક્ષા
વિકી-કેટના મેનેજર તથા ઇવેન્ટ કંપનીઓ સાથે મળીને સ્થાનિક તંત્ર, પોલીસ તથા લગ્ન સાથે જોડાયેલા કેટરિંગ, સિક્યોરિટી વચ્ચે એક મિટિંગ થશે. આ દરમિયાન સ્પેશિયલ ગેસ્ટ માટે ટ્રિપલ લેયર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. પહેલા લેયરમાં રાજસ્થાન પોલીસના જવાનો, બીજા લેયરમાં સિક્સ સેન્સ કંપનીની સિક્યોરિટી તથા ત્રીજા લેયરમાં સેલેબ્સના બૉડીગાર્ડ તથા બાઉન્સર રહેશે.

125 મહેમાનોના આવશે
કેટ-વિકીના લગ્નમાં અંદાજે 125 મહેમાનો આવે તેવી શક્યતા છે. સલમાન ખાન તથા તેના પરિવારને સૌ પહેલાં કંકોત્રી આપવામાં આવી છે. જોકે, સલમાન ખાન આ લગ્નમાં હાજરી આપશે નહીં. ગેસ્ટ લિસ્ટમાં વરુણ ધવન-નતાશા દલાલ, રોહિત શેટ્ટી, કરન જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મીની માથુર, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિઆરા અડવાણી સહિતના સેલેબ્સ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...