કેટ-વિકીના લગ્ન:મહેમાનોને રાજસ્થાની શાક કેર-સાંગરી પીરસવામાં આવશે, VIP મહેમાનો ટાઇગર સફારી કરશે

મુંબઈ2 મહિનો પહેલા
  • લગ્ન દરમિયાન હોટલની સુરક્ષા માટે 100 બાઉન્સર રાખવામાં આવ્યા છે

કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની તડામાર તૈયારીઓ રાજસ્થાનની હોટલ સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં થઈ રહી છે. લગ્નમાં આવનારા સ્પેશિયલ ગેસ્ટ માટે રણથંભોરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ તાજ તથા ઓબેરોયમાં રૂમ બુક કરવામાં આવ્યા છે. લગ્નમાં 125 મહેમાનો આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

તમામ મહેમાનો જયુપર આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તમામ મહેમાનો મુંબઈથી ફ્લાઇટમાં જયપુર આવશે. જયપુર એરપોર્ટ પર તમામ મહેમાનોને લક્ઝૂરિયસ કારથી સવાઈ માધોપુર લઈ જવામાં આવશે. તમામ માટે પિક અપ અને ડ્રોપ માટે કાલરા બસ સર્વિસ, જયપુરથી બુકિંગ કરવામાં આવ્યું છે. મહેમાનો માટે ઑડી, રેન્જ રોવર, BMW જેવી લક્ઝૂરિયસ કાર, બે વેનિટી વેન, એક સુપર લૂ (પોર્ટેબલ ટોઇલેટ) ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

50 ડ્રાઇવર બુક થયા
કંપની તરફથી અંદાજે 50 ડ્રાઇવર્સ માટે રણથંભોર માટે ગેસ્ટ હાઉસ બુક કરવામાં આવ્યા આવશે. રણથંભોરમાં ડ્રાઇવર રેસ્ટ હાઉસમાં અંદાજે 50 રૂમની ડિમાન્ડ કરવામાં આવી છે. કેટરીના તથા વિકી કૌશલના લગ્ન માટે મુંબઈથી ડીજે આવશે.

પરિવારના સભ્યો સિક્સ સેન્સ હોટલમાં રોકાશે
હોટલ સિક્સ સેન્સમાં 48 રૂમ રિઝર્વ રાખવામાં આવ્યા છે. અહીંયા કેટરીના તથા વિકીના પરિવારના સભ્યો રહેશે. અન્ય મહેમાનો સવાઈ માધોપુરમાં આવેલી હોટલ તાજ તથા ઓબેરોયમાં રહેશે. મહેમાનોની સિક્યોરિટીની જવાબદારી જયુપરની MH સિક્યોરિટી કંપનીને આપવામાં આવી છે. આ સિક્યોરિટી કંપનીના 100 બાઉન્સર હોટલની સુરક્ષા માટે રાખવામાં આવ્યા છે. આ તમામ બાઉન્સર્સને ભીમ સિંહ પીલીબંગા લીડ કરશે અને સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

ટાઇગર સફારી કરાવવામાં આવશે
કેટરીના તથા વિકીના લગ્ન 7,8 તથા 9 ડિસેમ્બરમાં થશે. લગ્ન પહેલાં કે પછી તમા મહેમાનોને રણથંભોરમાં ટાઇગર સફારી કરાવવામાં આવે તેવી શક્યતા છે. સફારી માટે રણથંભોર રૂટ્સ નામની ટ્રાવેલ એજન્સી સાથે વાતચીત થઈ છે. જોકે, હજી સુધી એ નક્કી કરવામાં આવ્યું નથી કે મહેમાનોને ટાઇગર સફારી ક્યારે કરાવવામાં આવશે.

રાજસ્થાની વ્યંજનો સર્વ કરવામાં આવશે
કેટરીના-વિકીના લગ્નમાં મહેમાનોને ટ્રેડિશનલ રાજસ્થાની વ્યંજનોને પીરસવામાં આવળે. સવાઇ માધોપુરના 'જનતા જોધપુર સ્વીટ હોમ'ના કૈલાશ શર્માનો સંપર્ક હોટલ સિક્સ સેન્સ કર્યો છે. કેટરીના તથા વિકી કૌશલના મહેમાનોને લંચ તથા ડિનરમાં રાજસ્થાની વ્યંજનોનો આસ્વાદ માણવા મળશે.

અલબત્ત, હજી સુધી રાજસ્થાની ટ્રેડિશનલ વ્યંજનોનું લિસ્ટ ફાઇનલ થયું નથી, પણ માનવામાં આવે છે કે કેર-સાંગરીનું શાક, હળદરનું શાક, લસણની ચટણી લંચ કે ડિનરમાં સર્વ કરવામાં આવશે. 'જનતા જોધપુર સ્વીટ હોમ' સાથે હોટલ મેનેજમેન્ટની વાતચીત પૂરી થયા બાદ આ ડીલ ફાઇનલ થશે. કેર એટલે કે કેરડા અને સાંગરી એટલે એક પ્રકારની ગવાર જેવી પાતળી લાંબી સળી જેવું શાક હોય છે. આનો ટેસ્ટ ખટમીઠો હોય છે.