બોલિવૂડમાં કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની ચર્ચા અવારનવાર થતી રહે છે. થોડાં દિવસ પહેલાં જ બંનેના રોકા સેરેમનીની ચર્ચા થતી હતી. હવે, એવી ચર્ચા થઈ રહી છે કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં જ લગ્ન કરશે. બંનેએ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના રિલેશન જાહેરમાં સ્વીકાર્યા નથી. વિકી કૌશલની ઉંમર 33 વર્ષની છે, જ્યારે કેટરીના 38ની છે.
વેડિંગ આઉટફિટ તૈયાર થઈ રહ્યા છે
સૂત્રોના મતે, વિકી કૌશલ તથા કેટરીનાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. બંનેના વેડિંગ આઉટફિટ જાણીતી ફેશન ડિઝાઇનર સબ્યાસાચી તૈયાર કરી રહ્યા છે. કેટરીનાએ વેડિંગ આઉટફિટ માટેના કપડાં પસંદ કરી રહી છે. કેટરીનાએ રૉ સિલ્ક પસંદ કર્યું છે અને તે લહેંગો હશે. લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે.
કેટરીના-વિકી અવારનવાર સાથે જોવા મળે છે
વિકી તથા કેટરીનાએ હજી સુધી પોતાના સંબંધો અંગે કોઈ જ વાત કરી નથી. જોકે, બંને અવારનવાર સાથે જોવા મળે છે. અનેકવાર વિકી કૌશલ, કેટરીનાના ઘર આગળ જોવા મળે છે. હાલમાં જ ફિલ્મ 'સરદાર ઉધમ'ના સ્ક્રીનિંગમાં બંને સાથે જોવા મળ્યાં હતાં.
રોકા સેરિમનીને અફવા ગણાવી હતી
થોડાં સમય પહેલાં જ ચર્ચા હતી કે કેટરીના તથા વિકીની રોકા સેરિમની થઈ ગઈ છે. જ્યારે વિકીના ભાઈ સનીને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું, 'વિકી તે દિવસે સવારે જિમ ગયો હતો અને આ અફવા શરૂ થઈ હતી. જ્યારે તે જિમમાંથી આવ્યો ત્યારે પેરેન્ટ્સે મજાકમાં પૂછ્યું પણ હતું, 'અરે યાર, તારી સગાઈ થઈ ગઈ, સ્વીટ તો આપ..' આ સાંભળીને વિકીએ એવો જવાબ આપ્યો હતો, 'જેટલી અસલી સગાઈ થઈ છે, તેટલી જ અસલી મિઠાઈ પણ ખાઈ લો.' વિકી કૌશને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું, 'જ્યારે પણ યોગ્ય સમય આવશે ત્યારે તે સગાઈ કરશે.'
વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના 'સૂર્યવંશી', 'ફોન ભૂત' તથા 'જી લે ઝરા'માં જોવા મળશે. જ્યારે વિકી કૌશલ 'ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા'માં કામ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.