વિકી-કેટ મુંબઈમાં પાર્ટી આપશે:20 ડિસેમ્બરે ગ્રાન્ડ રિસેપ્શન આપી શકે છે, મહેમાનોએ RT-PCR રિપોર્ટ લઈને આવવું પડશે

મુંબઈ5 મહિનો પહેલા
  • વિકી-કેટે રિસેપ્શન માટે BMCની પરમિશન લેવી પડશે

વિકી કૌશલ તથા કેટરીના કૈફ હનીમૂનથી પરત આવી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 20 ડિસેમ્બરે કેટરીના તથા વિકી મુંબઈમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપવાના છે. વિકી તથા કેટરીનાએ રાજસ્થાનમાં 9 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના મિત્ર જ હાજર રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, કેટરીના પરિવાર સાથે ધામધૂમથી ક્રિસમસ સેલિબ્રેટ કરે છે. આથી જ બંનેએ નક્કી કર્યું છે કે આ વખતે તેઓ સાથે મળીને ક્રિસમસ સેલિબ્રેટ કરશે. ક્રિસમસ પહેલાં કપલ ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપશે.

BMCની પરમિશન લેવી પડશે
રિસેપ્શન માટે BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની પરમિશન લેવી પડશે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોના વધતા કેસની વચ્ચે પાર્ટી માટે મંજૂરી મળે છે, તો પણ કોવિડ નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે. રિસેપ્શનમાં આવતા મહેમાનોએ RT PCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે.

કોણ કોણ આવશે?
રિપોર્ટ પ્રમાણે, કેટ-વિકીના વેડિંગ રિસેપ્શનમાં સલમાન ખાનથી લઈ રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર સહિતના મહેમાનો આવી શકે છે.

વિકી-કેટે માસ્ક પહેર્યો નહોતો
મંગળવાર, 14 ડિસેમ્બરના રોજ વિકી-કેટ માલદીવ્સથી પરત ફર્યા ત્યારે બંનેમાંથી કોઈએ માસ્ક પહેર્યો નહોતો. દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના 50થી પણ વધુ કેસ છે.

મુંબઈમાં 15 ડિસેમ્બરે 238 કેસ આવ્યા
મુંબઈમાં ગઈ કાલે એટલે કે 15 ડિસેમ્બરે કોરોનાના 238 કેસ આવ્યા હતા. આ સાથે જ કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 7,65,934 થઈ છે. ગઈ કાલે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નહોતું. અત્યાર સુધી 16,360 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિયન્ટના 32 કેસ સામે આવ્યા છે, જેમાં 25 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે.