સાઉથના સુપરસ્ટાર ધનુષને મદ્રાસ હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું છે. કિથરેસન તથા પત્ની મીનાક્ષીએ દાવો કર્યો હતો કે ધનુષ તેમનો દીકરો છે. આ કેસ કેટલાંક વર્ષોથી ચાલે છે. આ કેસના સંદર્ભમાં હાઇકોર્ટે સમન્સ મોકલ્યું છે.
કથિરેસને કોર્ટમાં દાવો કર્યો હતો કે એક્ટરે પિતૃત્વના ખોટા દસ્તાવેજો જમા કરાવ્યા હતા. કિથરેસને પોલીસ તપાસની માગણી કરી છે. ચર્ચા છે કે ધનુષના અસલી પિતા હોવાનો દાવો કરતાં કિથરેસને કોર્ટમાં અપીલ કરી હતી કે 2020ના આદેશને રદબાતલ કરવામાં આવે. કોર્ટે 2020માં પોતાના આદેશમાં કહ્યું હતું કે પિતૃત્વ દસ્તાવેજો ખોટા છે, તેવી વાત કોઈ સહાયક દસ્તાવેજો સાબિત કરતા નથી.
65 હજારની માગણી કરી
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મદુરાઈ કોર્ટની બેંચે કથિરેસનની અરજી રદ્દ કરી હતી. ત્યારબાદ મદ્રાસ હાઇકોર્ટે આ કેસમાં ધનુષ વિરુદ્ધ નોટિસ ઇશ્યૂ કરી હતી. કથિરેસન તથા મીનાક્ષીએ દાવો કર્યો હતો કે ધનુષ તેમનો ત્રીજો દીકરો છે. તે પોતાનું ઘર છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કરિયર બનાવવા માટે ચેન્નઈ જતો રહ્યો હતો.
કપિલે ધનુષ પાસેથી મહિને 65 હજારના વળતરની માગણી કરી આક્ષેપ મૂક્યો હતો કે તે તેના માતા-પિતા હતા. આ કેસ કેટલાંક વર્ષોથી કોર્ટમાં ચાલે છે. ધનુષે આ કપલના આક્ષેપોનો કોર્ટમાં ઇનકાર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.