આજથી વિકી-કેટ પતિ-પત્ની કહેવાશે?:આજે કેટ-વિકી રજિસ્ટર વેડિંગ કરે તેવી શક્યતા, હિંદુ વિધિથી લગ્ન કરવા માટે 5 ડિસેમ્બરે રાજસ્થાન જશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કેટ-વિકીના લગ્નમાં જો કોઈએ ડ્રોન ઉડાડ્યું તો તેને તોડી પાડવામાં આવશે
  • સવાઈ માધોપુરમાં આજે વહીવટી તંત્રે લગ્ન અંગે સ્પેશિયલ મિટિંગ યોજી હતી

છેલ્લાં ઘણાં સમયથી કેટરીના તથા વિકી કૌશલના લગ્ન ચર્ચામાં છે. હવે એવી વાત સામે આવી છે કે વિકી તથા કેટરીનાના આજે એટલે કે 3 ડિસેમ્બરના રોજ કોર્ટ મેરેજ કરવાના છે. ત્યારબાદ બંને 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં હિંદુ વિધિથી લગ્ન કરશે.

આજે રજિસ્ટર વેડિંગ
વિકી કૌશલ તથા કેટરીના કૈફ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજિસ્ટર વેડિંગ કરવાના છે. આ લગ્નમાં કેટ-વિકીના નિકટના મિત્રો જ હાજર રહેશે તેવી ચર્ચા છે.

આજે રાજસ્થાનમાં મિટિંગ
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં કેટ-વિકી 9 ડિસેમ્બરે લગ્ન કરવાના છે. લગ્નની સુરક્ષા અંગે સવાઈ માધોપુરમાં તંત્રે આજે એટલે કે ત્રણ ડિસેમ્બરના રોજ સવારે એક મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં કઈ રીતે કેટ-વિકીને સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને ભીડ ભેગી ના થાય તે અંગે શું ધ્યાન રાખવામાં આવશે તેની ચર્ચા થઈ હતી.

પાંચ ડિસેમ્બરે વિકી-કેટ રાજસ્થાન જશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિકી તથા કેટરીના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ડ બરવાડામાં લગ્ન કરવાના છે. કેટ-વિકી પાંચ ડિસેમ્બરે જયપુર રવાના થશે. જયપુરથી બંને હેલિકોપ્ટરમાં સવાઈ માધોપુર જશે. તેમને ચોપરમાં જતાં બે કલાકનો સમય લાગશે. માનવામાં આવે છે કે બંનેએ મીડિયાથી દૂર રહેવા માટે ચોપરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

મહેમાનોની સામે આ શરતો મૂકી
કેટરીના કૈફ તથા વિકી કૌશલે લગ્નના રાઇટ્સ ઇન્ટરનેશનલ મેગેઝિનની ઇન્ડિયન એડિશનને વેચ્યા છે. આ જ કારણે બંને લગ્નની એક પણ તસવીર લીક ના થાય તે અંગે પૂરું ધ્યાન રાખી રહ્યાં છે. આથી મહેમાનોએ પણ લગ્નમાં કેટલીક શરતો માનવી પડશે.

  • કોઈ પણ મહેમાન લગ્ન અંગે મીડિયા સાથે વાત કરશે નહીં.
  • લગ્નમાં કોઈ ફોટોગ્રાફી કરી શકશે નહીં.
  • કોઈ સો.મીડિયામાં તસવીરો શૅર કરશે નહીં.
  • સો.મીડિયામાં કોઈ પોતાનું લોકેશન શૅર કરશે નહીં.
  • લગ્ન દરમિયાન કોઈ મીડિયાનો સંપર્ક કરશે નહીં.
  • વેડિંગ પ્લાનર્સની પરવાનગી બાદ જ તમામ ફોટો પબ્લિશ કરી શકાશે.
  • મહેમાનોના મોબાઇલ કેમેરાને સ્ટિકર લગાવવામાં આવશે અને ત્યારબાદ જ વેન્યૂમાં એન્ટ્રી મળશે.

ડ્રોન ઉડાવ્યું તો તોડી પડાશે
સૂત્રોના મતે કેટરીના તથા વિકી પોતાના લગ્નને પ્રાઇવેટ રાખવાનો પૂરો પ્રયાસ કરી રહ્યાં છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, વિકી તથા કેટરીનાના વેડિંગ વેન્યૂ આગળ કોઈ પણ ડ્રોન જોવા મળ્યું તો તેને શૂટ કરીને પાડી દેવામાં આવશે.