વિકી-કેટના લગ્નનો રિહર્સલ વીડિયો:ગ્રાન્ડ વેડિંગની તૈયારીઓ અંગે સિક્રેટ મિટિંગ થઈ, મુંબઈથી 7 લોકોની ટીમ આવી

સવાઈ માધોપુર5 દિવસ પહેલા
  • રાજસ્થાનમાં કેટરીના તથા વિકી કૌશલના લગ્નની તડામાર તૈયારીઓ શરૂ

રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ રિસોર્ટમાં 7થી 12 ડિસેમ્બરની વચ્ચે કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્ન થવાના છે. વેડિંગ માટે અલગ-અલગ ઇવેન્ટ કંપનીઓ તરફથી અંતિમ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.

સવારે મિટિંગ થઈ
શુક્રવાર, 26 નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગે હોટલમાં વિવિધ ઇવેન્ટ્સ કંપનીઓની ખાનગી મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં કેટ-વિકીની ટીમે પણ ભાગ લીધો હતો. મિટિંગ શરૂ થયા બાદ રોજ હોટલમાં શાકભાજી તથા અન્ય સામાન સપ્લાય કરતાં લોકોની પ્રવેશ બંધી કરી દેવામાં આવી હતી.

કરોડો રૂપિયા ખર્ચીને મહેલ રિનોવેટ કરવામાં આવ્યો
સવાઈ માધોપુરના ચૌથના બરવાડા સ્થિત આવેલો મહેલ સિક્સ સેન્સ હવે હોટલમાં કન્વર્ટ થઈ ચૂક્યો છે. કેટ-વિકીના લગ્નનું બુકિંગ કન્ફર્મ થયા બાદ અહીંયા જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજી સુધી કેટ-વિકીએ ઓફિશિયલી લગ્નની જાહેરાત કરી નથી. પૂરો કાર્યક્રમ ખાનગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુરુવાર, 25 નવેમ્બરના રોજ હોટલમાં આતિશબાજી, ડાન્સ તથા અન્ય બાબતોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કઈ જગ્યાએ કયા ફંક્શન થશે, તેને અંતિમ રૂપરેખા આપવામાં આવી હતી.

સાત લોકોની ટીમ હતી
હોટલ સિક્સ સેન્સમાં થયેલી મિટિંગમાં મુંબઈથી આવેલા સાત લોકો સામેલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે, લગ્નમાં કઈ વાનગી રાખવામાં આવશે તેની તૈયારી કરવામાં આવી છે. ડેમો માટે હોટલમાં નાના-નાના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. બપોર સુધી ચાલેલી આ મિટિંગને પૂરી રીતે ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.