OTT પ્લે એવોર્ડ્સ 2022:સારા અલી ખાન સાથે જોવા મળ્યો કાર્તિક આર્યન, બંનેને સાથે જોઈને ફેન્સ ખુશખુશાલ

20 દિવસ પહેલા

માયાનગરી મુંબઈમાં 10 સપ્ટેમ્બરે 'OTT પ્લે એવોર્ડ્સ 2022'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલિવૂડના ઘણાં સેલેબ્સ જોવા મળ્યા છે. આ એવોર્ડનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન એક સાથે જોવા મળ્યા છે.

બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા. કાર્તિક અને સારાના ફેન્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાર્તિક બ્લેક સૂટ અને ટાઈમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. તેના હાથમાં ટ્રોફી પણ જોવા મળી છે. બીજી તરફ, સારા અલી ખાન ગોલ્ડન ઑફ શોલ્ડર સિક્વિન ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્તિક અને સારા પહેલીવાર ફિલ્મ 'લવ આજ કલ 2'માં સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ થોડા જ દિવસોમાં તેમના બ્રેકઅપના સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા અને બંનેએ ઈન્સ્ટા પરથી એકબીજાને અનફોલો કરી દીધા હતો.હવે બંનેનો આ વીડિયો જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, બંને વચ્ચે બધું બરાબર છે.
જુઓ વીડિયો