કાર્તિક આર્યને કરન જોહરના શોની મજાક ઉડાવી:કહ્યું, 'હું રેપિડ ફાયર શોમાં ઘણો જ લોકપ્રિય છું'

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાન તથા કરન જોહરના શો 'કૉફી વિથ કરન' અંગે વાત કરી હતી. કાર્તિકને સવાલ કરવામાં આવ્યો હતો કે તેને કઈ વાત પર પ્રાઉડ ફીલ થાય છે. આના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તે રેપિડ ફાયર શોમાં ઘણો જ લોકપ્રિય છે.

કરને સારા-કાર્તિકના સંબંધો કન્ફર્મ કર્યા હતા
હાલમાં જ 'કૉફી વિથ કરન 7'માં સારાને પૂછવામાં આવ્યું હતું કે તેનો એક્સ કેમ તેનો એક્સ છે? જેના જવાબમાં સારાએ કહ્યું હતું કે કારણ કે તે તમામનો એક્સ છે. થોડાં દિવસ પહેલાં કરને સારા-કાર્તિકના રિલેશનશિપ કન્ફર્મ કર્યા હતા.

સારાએ કાર્તિકને ડેટ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી
સારાએ થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું કે તેને કાર્તિક પર ક્રશ છે અને ડેટ કરવા માગે છે. બંનેએ 'લવ આજ કલ 2'માં કામ કર્યું હતું.

કાર્તિક-સારાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કાર્તિક ફિલ્મ 'શહઝાદા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. કાર્તિક 'ફ્રેડી', 'સત્યનારાયણ કી કથા'માં જોવા મળશે. હાલમાં જ કાર્તિકની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. સારા અલી ખાન છેલ્લે 'અતરંગી રે'માં જોવા મળી હતી. હવે તે વિકી કૌશલ સાથે એક ફિલ્મમાં જોવા મળશે.