કાર્તિક આર્યન એક્ટર હૃતિક રોશનની બહેનને ડેટ કરે છે?:બંને એકબીજાના ઘરે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે, દિવાળીના દિવસે પણ સાથે જ હતા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન હંમેશાં અંગત તથા પ્રોફેશનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. હવે બી ટાઉનમાં એવી ચર્ચા થઈ રહી છે કે હૃતિક રોશનની કઝિન સિસ્ટર પશ્મીના રોશન તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. બંને અવારનવાર એકબીજાના ઘરે મળે છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે જ્યારે પણ કાર્તિક આર્યન ફ્રી હોય ત્યારે બંને એક સાથે ઘરે જ સમય પસાર કરે છે.

દિવાળીના દિવસે પણ પશ્મીના-કાર્તિક સાથે હતા
કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો કે દિવાળીના દિવસે કાર્તિક પોતાની નવી કાર મેકલારેનમાં પશ્મીના સાથે હતો. બંને મોડી રાત સુધી જિયો વર્લ્ડ ડ્રાઇવમાં સમય પસાર કરતા હોય છે. બંને હાલમાં એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.

કાર્તિક-પશ્મીનાને એકબીજા સાથે રહેવું ગમે છે
કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો, 'જ્યારે તે કામ કરતો હોતો નથી તો તે પશ્મીના સાથે ઘરમાં રહેવું પસંદ કરે છે. બંને ફોટોગ્રાફર્સથી બચવા માટે પોત-પોતાની કાર ઘરે પાછી મોકલાવી દે છે.'

'ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ'થી પશ્મીના ડેબ્યૂ કરશે
પશ્મીના મ્યૂઝિક ડિરેક્ટર તથા કમ્પોઝર રાજેશ રોશનની દીકરી છે. પશ્મીના હાલમાં હિંદી ફિલ્મ 'ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ'થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. પશ્મીના સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે અને કાર્તિક આર્યન પણ તેના ફોલોઅર્સમાંથી એક છે. નોંધનીય છે કે 'ઇશ્ક વિશ્ક' વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને કેન ઘોષે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં શાહિદ કપૂર, અમૃતા રાવ, શહનાઝ ટ્રેઝરીવાલા, યશ ટોંક, સતીશ શાહ જેવા કલાકારો હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

કાર્તિક પહેલાં સારા અલી ખાન અને ક્રિતિ સેનનને ડેટ કરતો હોવાની ચર્ચા
પશ્મીના પહેલાં કાર્તિક આર્યનનું નામ સારા અલી ખાન તથા ક્રિતિ સેનન સાથે જોડાયું ચૂક્યું છે. ક્રિતિ સેનન તથા કાર્તિકે ફિલ્મ 'શહઝાદા'માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા હતી. સારા તથા કાર્તિકે 'લવ આજ કલ 2'માં સાથે કામ કર્યું હતું. સારાએ કરન જોહરના શો 'કૉફી વિથ કરન'માં કહ્યું હતું કે તેને કાર્તિક પ્રત્યે ક્રશ છે. જોકે, હવે બંને વચ્ચે બોલવાના સંબંધો પણ નથી. બંનેએ એકબીજાને સો.મીડિયામાં અનફોલો કરી દીધા છે.

કાર્તિકની ફિલ્મ 'ફ્રેડી' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે
કાર્તિક આર્યનની ફિલ્મ 'ફ્રેડી' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મમાં અલાયા એફ તથા કાર્તિક છે. હાલમાં જ કાર્તિકે ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું હતું. ફિલ્મમાં કાર્તિકે ડેન્ટિસ્ટનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મને શશાંક ઘોષે ડિરેક્ટ કરી છે. કાર્તિક 'ફ્રેડી' ઉપરાંત 'શહઝાદા', 'કેપ્ટન ઇન્ડિયા', 'આશિકી 3'માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...