તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ દરમિયાન પ્રથમ પોસ્ટ:‘દોસ્તાના 2’માંથી નીકળ્યા પછી સો. મીડિયા પર કાર્તિકનું કમબેક, પ્રયાગરાજના એક મિત્ર માટે એમ્બ્યુલન્સની મદદ માગી

2 મહિનો પહેલા
‘દોસ્તાના 2’ વિશે હજુ એક્ટર કંઈ બોલ્યો નથી
  • એક્ટરની પોસ્ટ પછી ઉત્તરપ્રદેશની ઇમર્જન્સી સર્વિસ કોલ 112 તરત જ મદદ માટે આગળ આવી છે
  • કાર્તિક નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘ધમાકા’માં દેખાશે

કરણ જોહરના બેનર હેઠળની ફિલ્મ દોસ્તાના 2ના વિવાદ દરમિયાન પ્રથમવાર કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર કંઇક લખ્યું છે. જોકે તેણે પોસ્ટમાં વિવાદ વિશે કઈ લખ્યું નથી, પણ એક દોસ્ત માટે મદદ માગી છે. ગુરુવારે તેણે લખ્યું, પ્રયાગરાજમાં એક મિત્રને તત્કાલ એમ્બ્યુલન્સની જરૂર છે. પ્લીઝ, કોન્ટેક્ટ કરી હેલ્પ કરો. તેની પોસ્ટ જોયા પછી ઉત્તરપ્રદેશની ઈમર્જન્સી સર્વિસ કોલ 112 તરત જ મદદ માટે આગળ આવી છે.

કોલ 112એ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેડલ પરથી કાર્તિકને રિપ્લાય આપતાં લખ્યું કે સર પ્લીઝ, તમારો કોલિંગ નંબર અને એડ્રેસ અમારા મેસેજ બોક્સમાં શેર કરો. થોડા સમય પછી પોસ્ટ કરી, ઇવેન્ટ ID M22042100788. સર ચિંતા ના કરો, જલદી ઈમર્જન્સી સેવા પહોંચી રહી છે.

વિવાદ શું હતો?
વર્ષ 2008માં રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ ‘દોસ્તાના’ની સિક્વલની તૈયારીઓ ચાલુ છે. ‘દોસ્તાના’માં પ્રિયંકા ચોપરા, જોહન અબ્રાહમ અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતા. તેની સિક્વલમાં જાન્હવી કપૂર, કાર્તિક આર્યન અને લક્ષ્ય લાલવાની લીડ રોલમાં હતા. જોકે પછી એવા સમાચાર આવ્યા હતા કે કાર્તિક આર્યનને આ ફિલ્મમાંથી કાઢી મૂક્યો છે. એનું કારણ એક્ટર અને ધર્મા પ્રોડક્શન વચ્ચેના ક્રિએટિવ ડિફરન્સ છે. કાર્તિક આર્યને ફિલ્મ માટે 2019માં 20 દિવસોનું શૂટિંગ પણ કર્યું હતું, પરંતુ માર્ચ 2020માં લોકડાઉનને લીધે ફિલ્મનું શૂટિંગ બંધ કર્યું હતું.

ધર્માએ ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં શું કહ્યું?

કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શને તેના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં લખ્યું, પ્રોફેશનલ સર્કમસ્ટેન્સિસને લીધે અમે નિર્ણય કર્યો છે કે અમે મૌન રહીશું. અમે ‘દોસ્તાના 2’ માટે ફરીથી કાસ્ટિંગ કરીશું. ફિલ્મના ડિરેક્ટર કોલિન ડી-કુન્હા છે. મહેરબાની કરીને ઓફિશિયલ જાહેરાતની રાહ જુઓ.

કાર્તિક-જાન્હવી વચ્ચે ઈગો છે મોટું કારણ?
ટ્રેડ પંડિતોનું કહેવું છે કે સાચું કારણ કાર્તિક-જાન્હવી વચ્ચે ઈગોની ટક્કર છે. આ માટે કાર્તિક ફિલ્મ માટે ના પાડી રહ્યો છે. તેણે ડાયરેક્ટરને ના નથી પાડી, પણ તારીખોનું બહાનું અને ક્રિએટિવ ડિસ્પ્યુટનું નામ આપવામાં આવી રહ્યું છે. કાર્તિક આર્યનનું નામ સંભાળતી એજન્સી ક્વોનના અધિકારીઓએ પણ આ મામલે મૌન ધારણ કર્યું છે.

કાર્તિક પાસે બે મોટી ફિલ્મ
હાલમાં કાર્તિક નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘ધમાકા’માં દેખાશે. ફિલ્મના ડિજિટલ રાઈટ્સ 135 કરોડ રૂપિયામાં વેચાયા છે. ધમાકા ઉપરાંત કાર્તિક ‘ભૂલભુલૈયા 2’માં કિયારા અડવાણી અને તબ્બુ સાથે દેખાશે.

અન્ય સમાચારો પણ છે...