કાર્તિક આર્યને લોકડાઉનને લઈને મીમ શેર કર્યું, લખ્યું - મોદીજી યે સુનના ચાહતે હૈ 21 દિન મેં પૈસા ડબલ

Kartik Aaryan takes a dig at those flouting lockdown: ‘Modiji, ye sunna chahte hain 21 din mein paisa double’
X
Kartik Aaryan takes a dig at those flouting lockdown: ‘Modiji, ye sunna chahte hain 21 din mein paisa double’

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 11:43 AM IST

બોલિવૂડ ડેસ્ક: વડાપ્રધાન મોદીએ ગઈકાલે 21 દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉનનો આદેશ આપ્યો છે. કોરોના વાઇરસને કારણે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. સેલેબ્સ પણ આ વાતને સપોર્ટ કરી લોકોને ઘરે જ રહેવા અપીલ કરી રહ્યા છે. કાર્તિક આર્યન ઘરે રહીને કંઈકને કંઈક પ્રવૃત્તિ કરતો રહે છે અને સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. હવે તેણે ‘હેરા ફેરી 2’ ફિલ્મનું અક્ષય કુમારનું મીમ શેર કર્યું છે જેમાં અક્ષય કુમારની જગ્યાએ તેનો ફોટો એડિટ કરેલ હતો. તેમાં લખ્યું હતું, મોદીજી યે લોગ ઐસે નહીં માનેંગે, યે સુનના ચાહતે હૈ 21 દિન મેં પૈસા ડબલ.

View this post on Instagram

21 din mein Paisa Double

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Mar 24, 2020 at 11:11am PDT

કાર્તિકની આ પોસ્ટ પર લોકોએ પણ ઘણી ફની કમેન્ટ કરી હતી. કોઈ યુઝરે લખ્યું કે, 21 દિન મેં વેઇટ ભી ડબલ. બીજા એક યુઝરે લખ્યું, નહીં માને તો 21 દિન મેં આઈસીયુ કે કેસ ભી ડબલ.

આઇસોલેશનમાં કાર્તિક ઘરકામ પણ કરી રહ્યો છે જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અગાઉ તેણે કોરોના વાઇરસ પરના મોનોલોગનો વીડિયો શેર કર્યો હતો જે ખૂબ વાઇરલ થયો હતો. ખુદ નરેન્દ્ર મોદીએ પણ તેના વખાણ કરી તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

View this post on Instagram

Thank you @narendramodi Sir 🙏🏻 Will keep reminding everyone GARMIYON KI CHHUTTIYAN NAHI CHALU HO GAYI HAIN #CoronaStopKaroNa 🙏🏻

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Mar 23, 2020 at 12:20am PDT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી