કાર્તિક આર્યન અમદાવાદની પોળમાં:અમદાવાદીઓએ એક્ટરને જોઈને 'કાર્તિક કાર્તિક'ની બૂમો પાડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન 'પ્યાર કા પંચનામા'થી લોકપ્રિય થયો છે. જોકે, 'સોનુ કે ટીટુ કી સ્વીટી' તથા 'ભૂલ ભુલૈયા 2'થી ઇન્ડસ્ટ્રીમાં બેંકેબલ સ્ટાર બની ગયો છે. કાર્તિકનો આગવો ચાહક વર્ગ છે. કાર્તિક ઘણો જ ડાઉન ટુ અર્થ છે.

હાલમાં કાર્તિક આર્યન અમદાવાદની પોળમાં 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક અમદાવાદની પોળમાં ફરી રહ્યો છે અને ચાહકો તેના નામની બૂમ પાડીને તેની પાછળ પાછળ ચાલે છે. કાર્તિકને સિક્યોરિટી ગાર્ડ્સે કોર્ડન કરીને રાખ્યો છે.

15-20 દિવસ શૂટિંગ કરશે
માનવામાં આવે છે કે કાર્તિક આર્યન 15-20 દિવસ ગુજરાતમાં શૂટિંગ કરશે. કાર્તિક આર્યનની સાથે એક્ટ્રેસ કિઆરા અડવાણી પણ છે.

ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
આ ફિલ્મને સમીર ડિરેક્ટ કરે છે. ફિલ્મનું નામ પહેલાં 'સત્યનારાયણ કી કથા' હતું. જોકે, ફિલ્મના નામ પર વિવાદ થતાં ફિલ્મનું નામ બદલીને 'સત્યપ્રેમ કી કથા' કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 29 જૂને રિલીઝ થશે. કાર્તિક તથા કિઆરાએ આ પહેલાં 'ભૂલ ભુલૈયા 2'માં સાથે કામ કર્યું હતું.

કાર્તિકની ફિલ્મ 'ફ્રેડી' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે
કાર્તિક આર્યનની ફિલ્મ 'ફ્રેડી' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મમાં અલાયા એફ તથા કાર્તિક છે. હાલમાં જ કાર્તિકે ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું હતું. ફિલ્મમાં કાર્તિકે ડેન્ટિસ્ટનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મને શશાંક ઘોષે ડિરેક્ટ કરી છે.

કાર્તિક 'ફ્રેડી' ઉપરાંત 'શહઝાદા', 'કેપ્ટન ઇન્ડિયા', 'આશિકી 3'માં જોવા મળશે. કિઆરા 'ગોવિંદા નામ મેરા', 'RC 15'માં કામ કરી રહી છે. છેલ્લે તે 'જુગ જુગ જિયો'માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...