તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:કાર્તિક આર્યને માતાને પૂછ્યું, તેઓ મધર્સ ડે પર સેલ્ફી પોસ્ટ કરવાના પૈસા ચૂકવશે? માતાએ રસપ્રદ જવાબ આપ્યો

મુંબઈ10 મહિનો પહેલા

વિશ્વભરના લોકોએ  રવિવાર (10, મે)ના રોજ મધર્સ ડે સેલિબ્રેટ કર્યો હતો. બોલિવૂડના મોટાભાગના કલાકારોએ સોશિયલ મીડિયામાં પોતાની માતા સાથેની તસવીર શૅર કરી હતી. જોકે, કાર્તિક આર્યને માતા સાથેની એક પણ તસવીર શૅર કરી નહોતી. આના પર તેની માતા ડો. માલા તિવારીએ ફરિયાદ કરી હતી. 

કાર્તિકે વીડિયો શૅર કર્યો
કાર્તિકે માતાની ફરિયાદ કરતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને કાર્તિક આર્યને કેપ્શન આપ્યું હતું કે મા કી મમતા. વીડિયોમાં કાર્તિક આર્યન કંઈક કામ કરતો હોય છે. આ સમયે કાર્તિક આર્યનની માતા કહે છે, કોકી, મધર્સ ડે પર તમામે પોતાની માતાઓ સાથેની સેલ્ફી અપલોડ કરી છે. તે કેમ હજી સુધી મારી સાથે સેલ્ફી લીધી નથી? જેના પર કાર્તિક આર્યને જવાબ આપ્યો હતો કે તમને ખ્યાલ છે કે મને એક પોસ્ટ કરવાના કેટલા લાખ રૂપિયા મળે છે? આ જવાબ સાંભળીને કાર્તિક આર્યનની માતા કહે છે કે હા તને લાત આપીશ. ભોપાલવાળી આંટીએ બેવાર ફોન કર્યો છે અને હવે જલ્દીથી સેલ્ફી અપલોડ કર. 

View this post on Instagram

Maa ki Mamta ❤️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on May 10, 2020 at 8:49am PDT

સેલેબ્સે કમેન્ટ્સ કરી
આ વીડિયો યુઝર્સને ઘણો જ પસંદ આવ્યો હતો. બોલિવૂડ સેલેબ્સે પણ આ વીડિયો પર કમેન્ટ્સ કરી હતી. ભૂમિ પેડનેકરે કમેન્ટ કરી હતી, એક લાત મારીશ. આના પર કાર્તિક આર્યને જવાબ આપ્યો હતો કે તેમનો કહેવાનો અર્થ લાખ હતો. અર્જુન કપૂરે કમેન્ટ કરી હતી કે પૂરો પરિવાર સામેલ છે, જેના પર કાર્તિકે કહ્યું હતું, ફિલ્મી ફેમિલીમાંથી આવું છુ. 

ટીવી એક્ટર કરન વીર મેહરાએ કમેન્ટ કરી હતી, ભાઈ હવે તો મમ્મી સાથે ફોટો અપલોડ કરી દે, જેના પર કાર્તિકે કહ્યું હતું, અબ બસ. 

કાર્તિક આર્યનની માતા ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં ક્યારેક-ક્યારેક જોવા મળે છે. ગયા વર્ષે તેમના જન્મદિવસ પર કાર્તિક આર્યને મીની કૂપર કાર ગિફ્ટમાં આપી હતી. 

કાર્તિકે પીએમ કેઅર્સ ફંડમાં 1 કરોડ આપ્યા હતાં
કોરોનાવાઈરસ સામેની લડાઈમાં કાર્તિક આર્યને પીએમ કેઅર્સ ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. કાર્તિકે ચાહકોને પણ કોન્ટ્રીબ્યૂટ કરવાની અપીલ કરી હતી. કાર્તિક આર્યને કોરોના વોરિયર્સને લઈને ‘કોકી પૂછેગા’ શો શરૂ કર્યો છે, જેમાં તે પોલીસ, નર્સ, ડોક્ટર્સ તથા દર્દીઓના ઈન્ટરવ્યૂ લે છે. કાર્તિક આર્યનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે કિઆરા અડવાણી સાથે ફિલ્મ ‘ભુલ ભૂલૈયા 2’માં જોવા મળશે. આ ઉપરાંત જાહન્વી કપૂર સાથે ‘દોસ્તાના 2’માં કામ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો